fbpx
રાષ્ટ્રીય

બ્રાઝિલમાં હોસ્પીટલમાં વકીલ MRI સ્કેનિંગ રૂમમાં ગયા, અચાનક ફાયરિંગ અને તેનું થયું મોત…

સ્ઇૈં સ્કેનિંગ રૂમમાં જતા પહેલા દર્દીને વિવિધ સૂચનાઓ આપવામાં આવે છે. પરંતુ બ્રાઝિલના એક વ્યક્તિએ એવી બેદરકારી કરી કે, તેમણે જીવ ગુમાવવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ વ્યવસાયે વકીલ હતો. સ્કેનિંગ રૂમમાં જતાં પહેલાં તે ખિસ્સામાં રાખેલી બંદૂક કાઢવાનું ભૂલી ગયો હતો. ત્યાં અચાનક એક ગોળી વાગી અને સીધી તેના પેટમાં વાગી હતી. આથી, તેમનું મોત નીપજ્યું હતું. જણાવી દઈએ કે, તે ૧૬ જાન્યુઆરીએ તેની માતાનું સ્ઇૈં કરાવવા હોસ્પિટલ ગયો હતો. ઈન્ડિપેન્ડન્ટ યુકેના એક રિપોર્ટ અનુસાર, તે વ્યક્તિ હોસ્પિટલના સ્ટાફને એ જણાવવાનું ભૂલી ગયો કે, તેના ખિસ્સામાં બંદૂક છે. જાેકે, સ્કેનીંગ રૂમમાં જતા પહેલા તેને તમામ ધાતુની વસ્તુઓ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્ઇૈં સ્કેનરના ચુંબકીય ક્ષેત્રે તેની કમરમાં લટકાવેલી બેગમાંથી તેની બંદૂક છીનવી લીધી હતી. આ દરમિયાન, અચાનક એક ગોળી ચાલી હતી જે તેના પેટમાં વાગી હતી અને તેનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ગોળી વાગ્યા બાદ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ફેબ્રુઆરીમાં વકીલનું અવસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, વકીલ હોવા છતાં આ વ્યક્તિ ગન કલ્ચરને સપોર્ટ કરતો હતો. તે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયારો સાથે વીડિયો શેર કરતો હતો. તેના હજારો ફોલોઅર્સ પણ છે.

એક સ્થાનિક અધિકારીનું કહેવું છે કે, વકીલ નોવ્સનું અવસાન થયું છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. હોસ્પિટલનું કહેવું છે કે, ટીમ કોઈપણ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરે છે. દર્દી અને તેની સાથેની મહિલાને પરીક્ષા ખંડમાં જતા પહેલા તમામ પ્રક્રિયાઓ વિશે યોગ્ય સૂચના આપવામાં આવી હતી. આ સાથે ધાતુની વસ્તુઓ સાથે ન લેવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, વકીલ અને તેની માતાએ પ્રોટોકોલને લઈને એક ફોર્મ પર હસ્તાક્ષર પણ કર્યા હતા, પરંતુ તેમ છતાં તેઓ બંદૂક લઈને પરીક્ષા ખંડમાં પહોંચ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/