fbpx
રાષ્ટ્રીય

ગ્વાલિયરમાં પત્નીની બેવફાઈથી ગુસ્સે થઈને પતિએ તેની હત્યા કરી

ગ્વાલિયરમાં વેલેન્ટાઈન વીકમાં પત્નીની બેવફાઈથી ગુસ્સે થઈને એક યુવકે તેની હત્યા કરી નાખી હતી. બહોદાપુર પોલીસ સ્ટેશનના કિશન બાગ વિસ્તારમાં અવધેશ વંશકરે તેની પત્ની સોનમની ઘાતકી હત્યા કરી હતી. પરિવારજનોએ જણાવ્યું કે, ૩ દિવસ પહેલા અવધેશ સોનમને વોટ્‌સએપ પર એક છોકરા સાથે વાત કરતા પકડ્યો હતો. ત્યારથી બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. ૯ ફેબ્રુઆરીની રાત્રે મામલો એટલો વધી ગયો કે, અવધેશે તેની પત્ની સોનમની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી. જે બાદ પોતે સવારે પોલીસ સ્ટેશન પહોંચીને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. મળતી માહિતી મુજબ, હત્યા બાદ આરોપી અવધેશ સીધો બહોદાપુર પોલીસ સ્ટેશન ગયો હતો.

તેણે પોલીસને જણાવ્યું કે, તેણે તેની પત્નીની હત્યા કરી છે. પોલીસ તેને કિશન બાગ લઈ ગઈ. ત્યાં તેની પત્ની સોનમની લાશ ઘરમાં પડી હતી. મહિલાના શરીર પર તિક્ષ્ણ હથિયારના નિશાન હતા. લાકડીઓ અને સળિયા ઉપરાંત અવધેશે તિક્ષ્ણ હથિયારો વડે તેની હત્યા પણ કરી હતી. બહોદાપુર પોલીસે તરત જ સોનમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જયરોગ્ય હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી પતિ અવધેશ પાસેથી તેનો મોબાઈલ પણ લઈ લીધો હતો. પોલીસનું કહેવું છે કે નિવેદનના આધારે આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગ્વાલિયરના કિશન બાગ વિસ્તારમાં રહેતો ૩૫ વર્ષીય અવધેશ વંશકર લોકોને બેન્ડ પાર્ટી આપતો હતો. અવધેશ ૩ વર્ષ પહેલા ગ્વાલિયર રેલવે સ્ટેશન પર સોનમને મળ્યો હતો.

વેલેન્ટાઈન વીક દરમિયાન થયેલી આ મુલાકાત ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. સોનમના પરિવારમાં કોઈ ન હતું તેથી તેણે અવધેશ સાથે લવ મેરેજ કર્યા હતા. બંનેની લાઈફ સારી ચાલી રહી હતી, પરંતુ થોડા મહિના પહેલા સોનમની ઓળખાણ ઝાંસીના એક છોકરા સાથે થઈ હતી. અવધેશની માતાએ પોલીસને જણાવ્યું કે, ૩ દિવસ પહેલા ઝાંસીના છોકરાએ અવધેશના મોબાઈલ પર સોનમ સાથે વાંધાજનક ફોટા મોકલ્યા હતા. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ, જ્યારે સોનમ રાજી ન થઈ, ત્યારે અવધેશે ગઈકાલે રાત્રે સોનમની હત્યા કરી. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/