fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાનની જનતાને ૫૦૦ રૂપિયામાં મળશે રસોઈ ગેસ, બજેટમાં સીએમ ગહેલોતની જાહેરાત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે શુક્રવારે વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે. વર્ષ ૨૦૨૩ના આ બજેટમાં સીએમ ગહેલોતે કેટલીય મહત્વની જાહેરાતો કરી છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. તેને ધ્યાને રાખી બજેટમાં રસોઈ ગેસ સસ્તો કરવાની પણ જાહેરાત કરી છે. બજેટમાં આ યોજનાનો પટારો ખોલતા જ મુખ્યમંત્રીએ યુવાનોને પ્રાથમિકતા આપી છે. બજેટ ભાષણમાં તેમમે રાજ્યના લોકો માટે ૨૫ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે. સાથે જ રાજસ્થાનમાં ત્રણ નવી મેડિકલ કોલેજ ખોલવાની પણ જાહેરાત કરી છે. રાજસ્થાન બજેટ ૨૦૨૩માં સીએમ અશોક ગહેલોતે યુવાનો અને ગરીબ પરિવારો માટે કેટલીય ઘોષણા કરી છે.

ખાસ કરીને વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ૫૦૦ રૂપિયામાં રસોઈ ગેસ આપવાની જાહેરાત કરી છે. આ બજેટમાં ચૂંટણીની અસર દેખાઈ રહી છે. સસ્તા રસોઈ ગેસનો લાભ રાજ્યના ૭૬ લાખ ગરીબ પરિવારોને મળશે. તો આવો રાજસ્થાન વિધાનસભામાં રજૂ થયેલા બજેટ ભાષણની મુખ્ય વાતો પર એક નજર નાખીએ. રાજસ્થાનના ૭૬ લાખ ગરીબ પરિવારોને હવે ફક્ત ૫૦૦ રૂપિયામાં રસોઈ ગેસ સિલેન્ડર મળશે. મુખ્યમંત્રીએ બજેટ ભાષણમાં શુક્રવારે આ જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહિલાઓને રાહત આપવા માટે ઉજ્જવલા યોજના અંતર્ગત સસ્તો ગેસ આપવાની યોજના શરુ કરી હતી.

રાજ્યના યુવાનો અને ખાસ કરીને બેરોજગારોને ધ્યાને રાખી સીએમ ગહેલોતે બજેટમાં ભરતી પરીક્ષાઓને લઈને મોટી જાહેરાત કર છે. તેમણે ક્હ્યું કે, રાજ્યમાં હવે તમામ ભરતી પરીક્ષા ફ્રીમાં થશે. રાજસ્થાનના આ વર્ષના બજેટમાં સરકારી સ્કૂલના બાળકોને પણ ગિફ્ટ આપી છે. તેમણે બજેટ ભાષણમાં કહ્યું કે, આગામી સત્રમાં રાજ્યની સરકારી શાળાના વિદ્યાર્થીઓને બે જાેડી ગણવેશ ફ્રીમાં આપવામાં આવશે. રાજસ્થાન રોડવેઝમાં બસ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે બજેટમાં ૧૦૦૦ નવી બસો સામેલ કરવાની યોજના કરી છે. રાજ્યમાં મેડિકલ શિક્ષણ પર ભાર આપતા મુખ્યમંત્રીએ પ્રતાપગઢ, જાલોર અને રાજસમંદમાં ત્રણ નવી મેડિકલ કોલેજ ખોલવાની જાહેરાત કરી છે.

રાજસ્થાન બજેટ ભાષણ દરમિયાન સીએમ ગહેલોતે ચિરંજીવ સ્વાસ્થ્ય વીમા યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ યોજના અંતર્ગત હવે દરેક પરિવારને ૨૫ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવામાં આવશે. રાજસ્થાનમાં આ વર્ષે ૨૦૦૦ મિની આંગણવાડી કેન્દ્ર પણ ખોલવામા આવશે. જે ઉપરાંત મિડ ડે મીલ યોજના અંતર્ગત રાજ્યમાં બાળકોને દરરોજ દૂધ આપવામા આવશે. રાજસ્થાન રોડવેઝની બસોમાં દિલ્હીની માફક મહિલાઓને છૂટ આપવામાં આવસે. સીએમ ગહેલોતે બજેટ ભાષણમાં એલાન કર્યું છે કે મહિલાઓને ૫૦ ટકાની છૂટ આપવામા આવશે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી રાજ્યમાં આ છૂટ ૩૦ ટકા હતી. મુખ્યમંત્રી અશોક ગહેલોતે બજેટ ભાષણમાં કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકો માટે પણ ઘોષણા કરી છે. તેમણે એલાન કર્યું કે, કોવિડ-૧૯ના કારણે અનાથ થય

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/