fbpx
રાષ્ટ્રીય

કર્ણાટક હાઈકોર્ટે બાળકને સલામત અને સ્થિર વાતાવરણમાં ઉછેરવા પિતાને સોંપ્યું

કર્ણાટક હાઈકોર્ટે સગીર બાળકીનો અધિકાર પિતાને સોંપી દીધા છે કારણ કે માતા સાથે ગેરકાયદેસર સંબંધ હતો. ફેમિલી કોર્ટના ર્નિણયને યથાવત રાખતા હાઈકોર્ટે બાળકનો અધિકાર પિતાને આપ્યો છે. બાળકીના પિતાએ મહિલાના અન્ય પુરૂષ સાથેના ગેરકાયદેસર સંબંધોને કારણે સગીરનો કબજાે માંગ્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે (માતા) તેના ગેરકાયદેસર સંબંધોને વધુ મહત્વ આપે છે અને બાળકની અવગણના કરે છે. તેથી જ બાળકીનો અધિકાર પિતાને આપવામાં આવ્યો છે. બાળકી સાથે તેના સાસરિયાંનું ઘર છોડ્યા બાદ મહિલા સગીર બાળકને તેના માતા-પિતા સાથે ચંદીગઢમાં છોડીને ચાલી ગઈ હતી. જ્યારે તે પોતે તેના નવા પાર્ટનર સાથે બેંગ્લોરમાં રહેતી હતી.

જાેકે બાળકના માતા-પિતા બંને ડોક્ટર છે અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેના અગાઉના લગ્નોથી તેને કોઈ સંતાન નહોતું. તેઓ એક મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યા હતા અને ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. ૨૦૧૫માં તેમના ઘરે એક છોકરીનો જન્મ થયો હતો. લગ્નજીવનમાં અણબનાવના કારણે બંનેએ એકબીજા સામે કેસ કર્યો હતો. જે બાદ મહિલા ૨૦૧૮માં બાળકીને લઈને સાસરેથી ચાલી ગઈ હતી. પત્નીના ગેરકાયદે સંબંધોની જાણ થતાં પતિએ બાળકીની કસ્ટડી માટે કેસ દાખલ કર્યો હતો. યુવતી અને તેના પ્રેમી વચ્ચેના અવૈધ સંબંધો વચ્ચે અપવિત્ર વાતાવરણમાં રહેવુ બાળકી માટે યોગ્ય ન હતું. બાળકના પિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે બાળકનું કલ્યાણ અને ભવિષ્ય મહિલા સાથે સુરક્ષિત નથી. આથી પિતાએ કેસ નોંધાવ્યો હતો.

બાળકી હજુ સગીર છે અને બાળકને ઉછેરવાની જરૂર હતી. તેથી, હાઈકોર્ટે બાળકને સલામત અને સ્થિર વાતાવરણમાં ઉછેરવા પિતાને સોંપ્યું છે. રાજ્યની ફેમિલી કોર્ટે ૩ માર્ચ, ૨૦૨૨ના આદેશમાં મહિલાને સગીર બાળકની કસ્ટડી તેના પતિને સોંપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ મહિલાએ ફેમિલી કોર્ટના આદેશને સ્વીકાર્યો ન હતો, તેથી તેણે ફેમિલી કોર્ટના ર્નિણયને હાઈકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. જાે કે, હાઈકોર્ટને તેમની અપીલમાં કોઈ યોગ્યતા મળી ન હતી. કોર્ટે કહ્યું કે પતિએ સાબિત કર્યું છે કે મહિલા બાળકને પ્રાથમિકતા આપી રહી ન હતી. હાઈકોર્ટના ન્યાયાધીશે અવલોકન કર્યું કે “પ્રતિવાદીએ કોર્ટ સમક્ષ સફળતાપૂર્વક સાબિત કર્યું છે કે તેની સરખામણીમાં તેણે તેના કથિત સંબંધને વધુ પ્રાધાન્ય આપ્યું હતું. તેથી બાળકના કલ્યાણ માટે પિતાને કસ્ટડી આપવી જરૂરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/