fbpx
રાષ્ટ્રીય

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા?!.. માન્યતા વિના ચાલી રહી છે યૂનિવર્સિટીઓ અને કોલેજાે?!..

ગુણવત્તાયુક્ત શિક્ષણનો અધિકાર દેશના દરેક બાળકને છે, પછી તે પ્રાથમિક શિક્ષણ હોય કે ઉચ્ચ શિક્ષણ. તેને ધ્યાનમાં રાખતા એનઈપી ૨૦૨૦ લાવવામાં આવ્યું છે. તો વળી બીજી તરફ વાત કરીએ તો, દેશમાં ૬૫૦થી વધારે યુનિવર્સિટી અને ૩૪ હજારથી વધારે કોલેજ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રીડેશન કાઉંસિલની માન્યતા વિના ધમધમી રહ્યા છે. હકીકતમાં જાેઈએ તો, નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રીડેશન કાઉંસિલનું કામ દેશભરમાં યુનિવર્સિટી, કોલેજાેની ક્વાલિટી ચેક કરવાનું અને તેના રેટીંગ આપવાનું છે. પણ હેરાન કરવાની વાત એ છે કે, દેશભરમાં લગભગ ૬૯૫ યુનિવર્સિટી અને લગભગ ૩૪, ૭૩૪ કોલેજ તેની માન્યતા વિના ચાલી રહ્યા છે.

આ વાતની જાણકારી ત્યારે થઈ, જ્યારે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુભાષ સરકારે લોકસભામાં એક સવાલનો જવાબ આપ્યો. પીટીઆઈની વિગતો અનુસાર, કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુભાષ સરકારે કહ્યું કે, યૂજીસી પાસેથી મળતી વિગતો અનુસાર, ૧૧૧૩ યુનિવર્સિટી અને ૪૩,૭૯૬ કોલેજાેમાંથી ૪૧૮ યૂનિવર્સિટીઓ અને ૯૦૬૨ કોલેજાેને દ્ગછછઝ્રની માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ શૈક્ષણિક સંસથાને માન્યતા સિસ્ટમ અંતર્ગત લાવવા માટે, દ્ગછછઝ્રના મૂલ્યાંકન અને માન્યતા માટે ફ્રી સ્ટ્રક્ચરમાં ખૂબ જ ખામી છે. શું છે દ્ગછછઝ્ર? જાણો.. નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રીકેશન કાઉંસિલ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેમ કે, કોલેજાે, યૂનિવર્સિટીઓ અથવા અન્ય માન્યતા પ્રાપ્ત સંસ્થાઓનું મૂલ્યાંકન અને પ્રત્યાયન કરે છે.

જેના આધાર પર તેને ગ્રેડ આપવામાં આવે છે. કેવી રીતે મળે છે ગ્રેડિંગ?.. જાણો છો ખરા?.. યૂનિવર્સિટી, કોલેજ અથવા કોઈ અન્ય શિક્ષણ સંસ્થા દ્ગછછઝ્રના તમામ માપદંડો પુરા કર્યા બાદ અરજી કરી શકે છે. ત્યાર બાદ દ્ગછછઝ્રની ટીમ સંસ્થામાં આવે છે અને ત્યાં ઈંસ્પેક્શન કરે છે. આ દરમિયાન તેઓ એજ્યુકેશન ફેસિલિટી, ઈંફ્રાસ્ટ્રક્ચર, કોલેજ એટમોસ્ફિયર જેવી વિવિધ પાસાઓ જુએ છે.

ત્યાર બાદ ટીમ પોતાનો રિપોર્ટ જમા કરાવે છે. જેના આધાર પર સીજીપીએ આપવામાં આવે છે અને સંસ્થાને ગ્રેડ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જે કોલેજ અથવા યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે, તે નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રીડેશન કાઉંસિલમાંથી માન્યતા પ્રાપ્ત છે કે, નહીં તેની તપાસ દ્ગછછઝ્રની સત્તાવાર વેબસાઈટ હટ્ઠટ્ઠષ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પર જઈને ચેક કરી શકાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/