fbpx
રાષ્ટ્રીય

હાપુસ કેરીની મુંબઈ માર્કેટમાં એન્ટ્રી, એક બૉક્સની કિમત તો એટલી કે વિશ્વાસ જ નહિ થાય

ફળોના રાજા કહેવાતી કેરી હવે ધીમે ધીમે બજારમાં આવી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરી એક મહિનો વહેલી બજારમાં આવી ગઈ છે. મુંબઈ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના જણાવ્યા અનુસાર, અહીં હાપુસ કેરીના ૪૭૯ બોક્સ આવ્યા છે. ફેબ્રુઆરીમાં આટલી કેરીની આવક પ્રથમ વખત થઈ છે. બજાર કેરીથી ભરેલી છે અને તેના કારણે બજારમાં તહેવારનો માહોલ સર્જાયો છે. બજારમાં કેરીના ૪ થી ૭ બોક્સનો ભાવ ૩૫૦૦ થી ૮૦૦૦ રૂપિયાની આસપાસ બોલાય છે. મુંબઈ એપીએમસીમાં કેરીની આવક વધી છે અને છેલ્લા બે દિવસમાં લગભગ ૧૦૦૦ બોક્સ આવી ચૂક્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, ભારે ઠંડીના પ્રકોપથી કેરી પર અસર થઈ છે, પરંતુ હવે શિયાળાની સિઝન વિદાય લઈ રહી છે, ત્યારે બજારમાં કેરીની આવક વધવા લાગી છે. બજાર સમિતિના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, આવતા મહિનાથી કેરીની આવક બમણી થવાની ધારણા છે. આ દરમિયાન, માર્કેટમાં દરરોજ આશરે ૪૦૦ બોક્સ કેરી આવશે અને આગામી સમયમાં આ આંકડો હજારોની સંખ્યામાં પહોંચવાની આશા છે. કેરીના ભાવ તેની ગુણવત્તા પ્રમાણે બોલાય છે. સામાન્ય કેરીની કિંમત લગભગ ?૨૦૦૦ પ્રતિ બોક્સ છે, જ્યારે ઉચ્ચ ક્વાલિટીની કેરીની કિંમત લગભગ ?૧૦,૦૦૦ પ્રતિ બોક્સ છે.

વેપારીઓનું કહેવું છે કે, આવતા મહિનાથી કેરીની આવક વધશે ત્યારે ભાવમાં ઘટાડો થઈ શકે છે. આમ તો કેરીનું આગમન એક મહિના મોડું થાય છે. શરૂઆતમાં તેની ઓછી કિંમત અને સારી ગુણવત્તા જાેઈને કેરી પ્રેમીઓ ખુશ છે. સામાન્ય કેરીના બોક્સની કિંમત ?૨૦૦૦ અને સારી ગુણવત્તાની કિંમત ?૧૦,૦૦૦ છે. બજારમાં કેરીની આવક વધવાથી ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. કેરીના વેપારી બાલાસાહેબ ભીંડેએ જણાવ્યું હતું કે આ વર્ષે કોંકણ વિસ્તારમાં કેરીનો પાક સારો છે તેથી સામાન્ય માણસના ખિસ્સા પર સરળતા રહે તેવા ભાવે કેરી મળવાની અપેક્ષા છે.

ગત વર્ષે એપ્રિલમાં કેરીનો જંગી જથ્થો બજારમાં આવ્યો હતો. જાે કે આ વર્ષે માર્ચ મહિનામાં જ કેરીનું જંગી આગમન થવાની ધારણા છે. આ વર્ષે કડકડતી ઠંડીને કારણે કેરીના ઝાડ પર ફૂલ આવ્યાં હતાં અને વેપારીઓને આશા છે કે આ વર્ષે મુંબઈના માર્કેટમાં વધુ કેરી મળી રહેશે. આ વર્ષે કેરીની સિઝન વહેલી શરુ ગઈ છે અને એવી આશા રાખવામાં આવે છે કે માર્ચ મહિનામાં બજારમાં પૂરતી કેરી આવી જશે અને આમ સામાન્ય લોકોને વધુ કેરી મળી રહેશે. છેલ્લા ઘણા દિવસોથી કોંકણમાંથી હાપુસ કેરી આવવા લાગી છે. ફેબ્રુઆરીમાં કેરીની આવક સારી રહી છે અને ૪ થી ૭ ડઝન કેરીવાળા બોક્સની કિંમત ?૩૫૦૦ થી ?૮૦૦૦ સુધીની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/