fbpx
રાષ્ટ્રીય

ગુવાહાટીમાં મહિલાએ પતિ અને સાસુના ટુકડા કરી ખીણમાં ફેંકી દીધા, એક વર્ષ સુધી શોધતી રહી પોલીસ, જાણો કિસ્સો

આસામના ગુવાહટીમાં વહુએ પતિ અને સાસુની હત્યા કરી લાશના ટુકડા કરીને ફ્રીઝમાં રાખી મુક્ય હતા. બાદમાં પોતાના મિત્રો સાથે મળીને લાશના ટુકડાને ઊંડી ખીણમાં ફેંકી દીધા હતા. પોલીસે સોમવારે આ વાતની જાણકારી શેર કરી હતી. સાથે જ પોલીસે જણાવ્યું છે કે, ગત વર્ષએ ઓગસ્ટ-સપ્ટેમ્બરની વચ્ચે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પણ રવિવારે પોલીસે શખ્સની માતાની લાશના અમુક ટુકડા મળી આવ્યા હતા, જે બાદ આ મામલાને લઈને સૌ ચોંકી ગયા હતા. ગુવાહટી પોલીસ કમિશ્નર દિગંતા બારાહે આ મામલાની જાણકારી શેર કરવાની ના પાડી દીધી છે.

જાે કે, તેમણે કહ્યું કે, હત્યા લગભગ સાત મહિના પહેલા થઈ હતી. અમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની સાથે પુછપરછ ચાલી રહી છે. પોલીસ અધિકારી દિગંત કુમાર ચૌધરીએ કહ્યું કે, શખ્સની પત્નીએ સપ્ટેમ્બરમાં પોતાના પતિ અને સાસુ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ તપાસ શરુ કરી હતી. તેમમે કહ્યું કે, મૃતક પતિ અને સાસુની ઓળખાણ અમરેન્દ્ર ડે અને શંકરી ડે તરીકે થઈ છે. ચૌધરીએ કહ્યું કે, થોડા સમય બાદ અમરેન્દ્રના પિતરાઈ ભાઈએ તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપી મહિલા પર શંકા ગઈ હતી. અધિકારીએ કહ્યું કે, બંને કિસ્સા નૂનમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા અને ગુવાહાટીમાં ચાંદમારી અને નરેંગી વિસ્તારમાં બે અલગ અલગ ઘરમાં બે બે હત્યા થઈ.

અધિકારીએ દાવો કર્યો કે, હત્યા કથિત રીતે અમરેન્દ્રની પત્ની, તેના પ્રેમી અને એક અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે. ત્રીજાે આરોપી મહિલાના પ્રેમીનો મિત્ર છે. ચૌધરીએ કહ્યું કે, હત્યા બાદ તેમણે લાશને નાના નાના ટુકડામાં કાપી નાખી. બાદમાં પોલીથિનની બેગમાં પેક કરી બેગ મેઘાલય લઈ ગયા. ત્યાં તેમણે બેગને પહાડ પરથી નીચે ફેંકી દીધી. અમને લાશની શોધી કરી અને કાલે મેઘાલયમાંથી અમુક ભાગ જપ્ત કર્યા. બંને લાશના ભાગ શોધવા માટે અમારુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/