fbpx
રાષ્ટ્રીય

હૈદરાબાદમાં ૪ વર્ષના બાળક પર ત્રણ કુતરા તૂટી પડ્યા, બચકાં ભરીને લઈ લીધો જીવ

હૈદરાબાદથી એક ખતરનાક મામલો સામે આવ્યો છે. અહીં કુતરાના ટોળાએ ચાર વર્ષના બાળક પર હુમલો કરી દીધો. કુતરાએ બાળકને બચકા ભર્યા, તેને ઢસેડ્યો. બાળકનો રડવાનો અવાજ સાંભળીને તેના પિતા દોડીને પહોંચ્યા અને બાળકને છોડાવ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યારે મોડું થઈ ગયું હતું. કુતરાના આતંકને કારણે આ ચાર વર્ષના બાળકનું મોત થઈ ગયું. નિઝામાબાદમાં રહેતો ગંગાધર હૈદરાબાદમાં રહીને સિક્યોરિટી ગાર્ડનું કામ કરે છે. અહીં તેનો પરિવાર પણ રહે છે.

ગંગાધર જે બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડ છે, ત્યાં કુતરાઓએ તેના બાળક પર હુમલો કર્યો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યો છે. સીસીટીવીમાં જાેઈ શકાય છે કે બાળક ક્યાંક જઈ રહ્યું છે, ત્યારે તેની પાછળ ત્રણ કુતરા આવીને હુમલો કરે છે. સીસીટીવીમાં જાેઈ શકાય કે કુતરાના હુમલા બાદ બાળક નીચે પડી જાય છે. ત્યારબાદ કુતરા તેને બચકા ભરવાનું શરૂ કરે છે. બાળક લોહીથી લપથપ થઈ જાય છે. બાળકનો રડવાનો અવાજ સાંભલી પિતા ગંગાધર દોડીને તેની પાસે પહોંચે છે. ત્યારબાદ તે બાળકને હોસ્પિટલ લઈને પહોંચ્યો.

પરંતુ સારવાર મળે તે પહેલા બાળકે જીવ ગુમાવી દીધો હતો. સ્થાનીક પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. આ ઘટના જાેનારા એક વ્યક્તિએ કહ્યું કે પાસેની કોલેજમાં સિક્યોરિટી તૈનાત હતો. રવિવારે ડ્યૂટી દરમિયાન એક વોચમેનને મદદ માટે રાડો પાડી રહ્યો હતો. ત્યારબાદ તે ત્યાં પહોંચ્યો તો વોચમેનના હાથમાં તેનું લોહીથી લપથપ બાળક હતું. ત્યારબાદ તે વ્યક્તિએ હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.

બિહાર, ઉત્તર પ્રદેશથી લઈને મહારાષ્ટ્ર, ગુજરાત સુધી કુતરાના આતંકના સમાચાર સામે આવતા રહે છે. હાલમાં સુરતમાં આવારા કુતરાઓએ આતંક મચાવ્યો હતો. સુરત પાલિકાના વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસમાં કુતરા કરડવાના ૪૭૭ કેસ સામે આવ્યા છે. કુતરાનો ભોગ બનતા લોકોમાં બાળકોથી લઈને વૃદ્ધ પણ સામેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/