fbpx
રાષ્ટ્રીય

ઉત્તર કોરિયાના મિસાઈલ ટેસ્ટથી ચીન, જાપાનમાં પણ આ ટેસ્ટના રેડિએશનનો ભય

ઉત્તર કોરિયાએ થોડાક દિવસો પહેલા જમીનની અંદર ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટથી ઉત્તર કોરિયાએ પોતાની રક્ષા માટે કર્યો હતો. પરંતુ આ ટેસ્ટ ચીન અને જાપાન પર ભારે પડી શકે છે. કારણ કે આ ટેસ્ટને કારણે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને ખુદ ઉત્તર કોરિયાના લાખો લોકો રેડિએશનથી પ્રભાવિત થઈ શકે છે. આ જાણકારી માનવાધિકાર સંગઠન ટ્રાંજિશ્રલ જસ્ટીસ વર્કિંગ ગ્રુપે મંગળવારે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં આપી છે. સંગઠને પોતાના આ રિપોર્ટને વિશ્વભર માટે સાર્વજનિક કર્યો છે જેના કારણે ટેન્શન વધી ગયું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂક્લિયર ટેસ્ટથી જમીનની અંદર રહેલા પીવાના પાણીમાં રેડિએશનનું સ્તર અનેક ગણું વધી ગયું છે. અને આ રેડિએશન હામયોંગ પ્રાંતના આસપાસના આઠ શહેરોમાં ફેલાઈ શકે છે. આ રેડિએશનથી ખુદ ઉત્તર કોરિયાના જ ૧૦ લાખથી વધુ લોકો પ્રભાવિત થઈ શકે છે. રેડિએશનની અસર દક્ષિણ કોરિયા, ચીન અને જાપનમાં પણ વર્તાઈ શકે છે જેના કારણે ચિંતા વધી ગઈ છે. ચીન ઉત્તર કોરિયાનું મિત્ર રાષ્ટ્ર છે. પરંતુ આ ટેસ્ટને કારણે બન્ને દેશ વચ્ચેના સંબંધમાં ખટરાગ આવી શકે છે. તો જાપન અને ઉત્તર કોરિયા વચ્ચે સારા સંબંધો નથી ત્યારે આ ટેસ્ટને કારણે બન્ને દેશ વચ્ચે સંબંધો વધુ વણસી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/