fbpx
રાષ્ટ્રીય

મેરઠમાં અકસ્માત, નિર્માણાધીન કોલ્ડ સ્ટોરેજનું લેન્ટર ધરાશાયી થતા ૫ મજૂરોના મોત

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં નિર્માણાધીન કોલ્ડ સ્ટોરેજનું લેન્ટર પડી જવાથી આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદ કાટમાળમાંથી કુલ સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જેમાંથી બે લોકો જીવિત છે અને પાંચ લોકોના મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યા છે. પ્રાતપ્ત જાણકારી અનુસાર, જે સમયે આ દુર્ઘટના સર્જાઇ હતી તે દરમિયાન ત્યાં એક ડઝનથી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા. જેઓ કાટમાળમાં દટાઇ ગયા હતા. અચાનક થયેલા આ અકસ્માતના કારણે સનસનાટી ફેલાઈ ગઈ હતી.

જે બાદ હવે પોલીસ પ્રશાસન બચાવ કામગીરીમાં લાગી ગયું છે. જેસીબીથી કાટમાળ હટાવીને મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આશંકા છે કે મજૂરોનો મૃત્યુઆંક વધી શકે છે. ઘટના મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારના જનશક્તિ કોલ્ડ સ્ટોરેજની છે. આ કોલ્ડ સ્ટોરેજ બીએસપીના પૂર્વ ધારાસભ્ય ચંદ્રવીર સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. લોકોના જણાવ્યા અનુસાર કોલ્ડ સ્ટોરેજમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન લેન્ટર ધરાશાયી થઇ ગયું હતું. લેન્ટરની નીચે એક ડઝનથી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો અને આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. દ્ગડ્ઢઇહ્લ પોલીસ અને અન્ય બચાવ દળોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે. જેસીબીથી કાટમાળ હટાવીને જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ સ્થિતિ ગંભીર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેરઠ જિલ્લામાં કોલ્ડ સ્ટોરમાં થયેલા અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવાના આદેશ આપ્યા છે અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. સીએમના નિર્દેશ પર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/