fbpx
રાષ્ટ્રીય

આ ધર્મમાં સમાજમાં પિતરાઈ ભાઈ-બહેન સાથે લગ્ન કરવાની હોય છે પરંપરા?.. જાણો

સનાતન ધર્મ હોય, ઇસ્લામ હોય કે દુનિયાના અન્ય કોઈ ધર્મ હોય, આ બધામાં ધર્મની કેટલીક પરંપરાઓ આજના સમય સાથે તાલમેળમાં બંધ બેસતી નથી અને તેને બદલવાની જરૂર છે. આવી જ એક પરંપરા મુસ્લિમ સમાજમાં પિતરાઈ ભાઈ-બહેન સાથે લગ્ન કરવાની છે. ભારતમાં પણ મુસ્લિમ સમુદાયમાં આ પરંપરા ખૂબ જ પ્રચલિત છે. કેટલાક સૌથી વિકસિત અને શ્રીમંત ઇસ્લામિક દેશોમાં યુવકોના લગ્ન માટે પિતરાઇ બહેન પ્રથમ પસંદગી હોય છે. પરંતુ હવે આ પરંપરા તકલીફ ઊભી કરવા લાગી છે. આ પરંપરા વિજ્ઞાનની કસોટી પર ખરી ઉતરતી નથી.

આ કારણે દર વર્ષે લગ્ન પહેલા લાખો કપલ્સ અલગ થવા મજબૂર થઈ રહ્યા છે. આખા વિશ્વનો મુસ્લિમ સમાજ આરબ શેખોને આદર્શ માને છે. આ માન્યતા પાછળ સૌથી મોટું કારણ એ છે કે, આ ધર્મનો જન્મ શેખ લોકોની ભૂમિ પર થયો હતો. સાઉદી અરેબિયા અરબમાં સૌથી અસરકારક રાષ્ટ્ર છે. અહીં ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળો મક્કા અને મદીના છે. આ દેશમાં શરિયા કાયદો અમલમાં છે અને ઇસ્લામિક નિયમોનું પાલન કરવાના મામલે વિશ્વનો સૌથી કટ્ટર દેશ છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી આ દેશ એક અલગ સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. અહીં વિજ્ઞાનની નજરમાં આનુવંશિક હોય તેવી બીમારીઓ ફેલાઈ રહી છે. આવા રોગો સદીઓથી કુટુંબમાં હોય છે અને તેમના વંશમાં પેઢી દર પેઢી આવતા જાય છે.

એક રિપોર્ટ અનુસાર, સાઉદી અરબમાં સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા જેવી બીમારીઓ વધી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ કઝિન્સ વચ્ચેના લગ્ન છે. પિતરાઈઓ વચ્ચેના લગ્નને કારણે એક પરિવારના લોહીમાં રહેલો રોગ બીજી પેઢીમાં ઉતરે છે. વાત એમ છે કે, સાઉદી અને અન્ય આરબ દેશો પરંપરાગત રીતે આદિવાસી વિસ્તારો રહ્યા છે. અહીં કબિલાના લોકો પોતાની શક્તિ અને પરિવારને એકજૂટ રાખવા માટે સદીઓથી પરિવારની અંદર જ લગ્નને મહત્વ આપ્યું છે. એક અહેવાલ મુજબ, આરબ દેશોમાં છેલ્લા એક દાયકામાં ૫૦ ટકા લગ્નો પિતરાઇ ભાઈ-બહેનો વચ્ચે થયા હતા. આજે પણ આ દેશોમાં કઝિન્સ વચ્ચેના લગ્નને પહેલી પ્રાથમિકતા આપવામાં આવે છે.

આપણી ધાર્મિક પરંપરાઓ ગમે તે હોય. આજે વિશ્વ વિજ્ઞાનના માર્ગે ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં આપણે જે પરંપરાનું પાલન કરી રહ્યા છીએ તે યોગ્ય હોય તેવું જરૂરી નથી. જેને ધ્યાનમાં રાખીને વિશ્વના સમાજાેમાં સતત સુધારો થતો રહ્યો છે. સનાતન ધર્મમાં વહુના લગ્ન, વિધવા વિવાહ, બાળ વિવાહ જેવી પરંપરાઓને આ આધાર પર ખતમ કરી દેવામાં આવી છે. આ માટે સમાજ સુધારકોએ લાંબી લડાઈ લડવી પડી હતી. એ જ રીતે ઈસ્લામમાં પણ સમયના હિસાબે યોગ્ય ન હોય તેવું ઘણી પરંપરાઓ અને રિવાજાે છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયાની સરકારે મોટી પહેલ કરી છે. સાઉદી અરબ કદાચ દુનિયાનો પહેલો એવો ઇસ્લામિક દેશ છે, જ્યાં લગ્ન પહેલા યુવક-યુવતીના મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે.

આ દેશે લગભગ બે દાયકા પહેલા આ પગલું ભર્યું હતું. એક રિપોર્ટ અનુસાર, સાઉદી સરકાર ‘હેલ્ધી મેરેજ’ નામની યોજના ચલાવે છે. આ અંતર્ગત વર્ષ ૨૦૧૫ સુધીમાં લગભગ ૩૩ લાખ યુવક-યુવતીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ દર વર્ષે લાખો મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટનો હેતુ યુવક-યુવતીને લગ્ન પહેલા તેમના લોહીમાં કયો આનુવંશિક રોગ છે અને જાે તેઓ પરિવારની અંદર લગ્ન કરે, તો આ રોગ તેમની જુદી જુદી પેઢીમાં પણ ઉતરી શકે તે અંગે સચેત કરવાનો છે. મ્મ્ઝ્રના રિપોર્ટ અનુસાર સાઉદી સરકારના આ પ્લાનની વ્યાપક અસર જાેવા મળી છે.

૨૦૧૫ના એક રિપોર્ટ અનુસાર આ મેડિકલ તપાસ બાદ તે વર્ષે ૧,૬૫,૦૦૦ કપલ્સે લગ્ન તોડી નાખ્યા હતા. યુગલોને ઘણા પ્રકારના તબીબી ટેસ્ટ કરવા પડે છે. આમાં સિકલ સેલ એનિમિયા અને એચઆઈવી પણ સામેલ છે. બીજી તરફ સઉદીના સ્વાસ્થ્ય મંત્રાલયનું પણ કહેવું છે કે, આ ટેસ્ટનો હેતુ આનુવંશિક બીમારીઓને આવનારી પેઢીમાં ટ્રાન્સફર થતા અટકાવવાનો છે. બીબીસીના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મેડિકલ રિપોર્ટ મળ્યા બાદ લગભગ ૬૦ ટકા કપલ્સે પોતાના લગ્ન તોડી નાખ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/