fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ૯મી માર્ચ સુધીના વચગાળાના મળ્યા જામીન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને અદાલત તરફથી મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનની એક અદાલતે મંગળવારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સામે અન્ય દેશના પ્રમુખ અને ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા મળેલી ભેટ-સોગાદને ગેરકાયદેસર રીતે વેચવાના આરોપસર બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ કર્યુ હતું. આ મામલે ઇમરાનની અરજી પર તેમને ૯મી માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

આ મામલે ન્યાયાધીશ ઇકબાલે ટિપ્પણી કરી હતી કે, આજે ગુનો દાખલ કરવામાં આવવાનો હતો અને આરોપીને વારંવાર સમન્સ પાઠવવા છતાં અદાલતમાં હાજર થયા નહોતા. આ કાર્યવાહી સામે ઇમરાન ખાનને ભેટ ખરીદવા માટે કાનૂની જંજાળમાં ફસાવી દીધા હતા. જેમાં એક મોંઘી ગ્રેફ ઘડિયાળ સામેલ હતી. જે તેમણે તોશાખાના નામના રાજ્ય ડિપોઝિટરીથી રિયાયતી કિંમતથી પ્રીમિયરમાં મેળવી હતી અને તેને લાભ માટે વેચી નાંખી હતી. ૭૦ વર્ષીય ક્રિકેટરથી રાજનેતા બનેલા પાકિસ્તાનના ચૂંટણી આયોગે સંવિધાનના અનુચ્છેદ ૬૩ (૧)(પી) અંતર્ગત ભેટ ખરીદવા માટે ‘જૂઠી દલીલ અને ખોટી ઘોષણા’ અંતર્ગત અયોગ્ય જાહેર કર્યા હતા, જેમાં એક મોંઘી ગ્રાફ ઘડિયાળ પણ સામેલ હતી. કફલિન્કની એક જાેડ, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળ સામેલ હતા. જે વડાપ્રધાન તરીકે ભેટમાં મળી હતી અને તેને લાભ માટે વેચી નાંખવામાં આવી હતી.

જાન્યુઆરીમાં ઇમરાન ખાને લાહોર ઉચ્ચ ન્યાયાલયમાં એક અરજી દાખલ કરી હતી. તેમાં ઇસીપીને તોશાખાના મામલે પાર્ટી અધ્યક્ષ કાર્યાલયમાંથી હટાવવાની પ્રકિયાથી રોકવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. ઇમરાન ખાને અરજીમાં કહ્યુ હતુ કે, કાયદો કોઈપણ આરોપીના રાજનૈતિક દળના પદાધિકારી બનવા પર કોઈ રોકટોક કરતું નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ઇસીપીએ તેમને પીટીઆઈના અધ્યક્ષ પદેથી હટાવવાની કોશિશ કરી તેના પાવરનો દુરુપયોગ કર્યો હતો. હાલ ઇસ્લામાબાદ એચસી તોશાખાના કેસમાં ઇમરાન ખાનને ૯મી માર્ચ સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/