fbpx
રાષ્ટ્રીય

ચીન ભારત સામે આજમાવી રહ્યો છે નવો પેંતરો!.. શું આ છે ચીનની નવી ચાલ?..

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે બંને દેશોની સેનામાં ઘણા નવા ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે ભારતે ન્છઝ્ર સુધી રસ્તાઓનું નેટવર્ક બિછાવ્યું, ત્યારે ચીને તેની દેખરેખ સિસ્ટમ મજબૂત કરી છે. આ દરમિયાન સૂત્રો પાસેથી મળેલી માહિતી પરથી, ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સેનાની વાતચીતને ડીકોડ કરવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશનનો અમલ શરૂ કરી દીધો છે.

જાે કે, વર્ષ ૨૦૨૨ માં જ ચીને ્‌સ્ડ્ઢ એટલે કે, તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટમાં હિન્દી અનુવાદકો અથવા દુભાષિયાઓની ભરતી માટે યુવા સ્નાતકોની શોધ શરૂ કરી હતી અને આખરે ચીનની શોધ એક વર્ષમાં સમાપ્ત થઈ છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ચીની ઁન્છએ તાજેતરમાં આવા ૧૯ વિદ્યાર્થીઓને સામેલ કર્યા છે, જેમની હિન્દી પર મજબૂત પકડ છે. ચાઇનીઝ ઁન્છમાં હિન્દી અનુવાદકો અને દુભાષિયાઓના સમાવેશ પાછળના કેટલાક મુખ્ય ઉદ્દેશ્યોમાં ચીની ઁન્છ માટે ગુપ્ત માહિતી એકત્ર કરવી, ભારતીય સૈન્યના સૈનિકોની વાતચીતનું મેન્ડરિનમાં અનુવાદ અને ન્છઝ્ર પર જાસૂસીનો સમાવેશ થાય છે.

આ સિવાય આ લોકો ભારતીય સેનાની વાતચીતને સમજવા માટે ન્છઝ્ર પર તૈનાત સૈનિકોને હિન્દી પણ શીખવશે. ્‌સ્ડ્ઢના કેટલાક અધિકારીઓએ હિન્દીમાં નિપુણ વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે ૨૫ માર્ચ ૨૦૨૨ થી ૯ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન ચીનમાં ઘણી સંસ્થાઓ, કોલેજાે અને યુનિવર્સિટીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, હિન્દી દુભાષિયાઓની જરૂરિયાત અને ઁન્છમાં તેમના કાર્યને સમજાવવા માટે સેમિનાર અને પ્રવચનો પણ આપવામાં આવ્યા હતા. આ ભરતી માટે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી હતી. ચીને પહેલેથી જ તિબેટ માટે શિક્ષણ પ્રણાલી બદલી છે.

જ્યારે તમામ શાળાઓમાં મેન્ડરિન ભાષાને પ્રથમ ભાષા તરીકે લાગુ કરવામાં આવી છે, ત્યારે ચીનની સેના હવે ન્છઝ્ર નજીકના ગામોમાં તિબેટીયન પરિવારોના શાળાએ જતા બાળકોને અનુકૂલન કરવાનો પ્રયાસ કરી રહી છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ચીની પીએલએ શિકાન્હે લશ્કરી છાવણીમાં ૧૦ થી ૧૮ વર્ષની વયના બાળકોને ચીની, બોધી અને હિન્દી ભાષાની તાલીમ આપી રહી છે.

આ ઉપરાંત, કેટલીક માહિતી સામે આવી છે કે ઁન્છ એ ભારત સાથે ન્છઝ્ર નજીકના કેમ્પમાં રહેતા હિન્દી ભાષી તિબેટીયનોની ભરતી કરી હતી. ચીનની કોશિશ એ છે કે, તે ભારતીય સેના અને ન્છઝ્ર પાસેના ગામો અને નગરોમાં રહેતા લોકોની વાત સરળતાથી સમજી શકે. એક રીતે, એવું કહી શકાય કે ચીન હવે કોલેજના વિદ્યાર્થીઓને ઁન્છમાં જાસૂસ તરીકે ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/