fbpx
રાષ્ટ્રીય

હોંગકોંગમાં એક ગગનચુંબી ઈમારતમાં આગ, ગગનચુંબી ઈમારત આગની લપેટોમાં લપટાઈ

હોંગકોંગની એક ગગનચુંબી ઈમારતમાં આગ ફાટી નીકળી. એવું કહેવાય છે કે આ ઈમારત નિર્માણધીન છે. જ્યાં અડધી રાતે આગ લાગી. ભીષણ આગની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી શેર થઈ રહી છે. જ્યાં ગગનચુંબી ઈમારતને આગની લપેટોમાં જાેઈ શકાય છે. નિર્માણધીન ઈમારતની અંદરથી વિસ્ફોટોના અવાજ પણ આવી રહ્યા છે. ભીષણ આગમાં ઓછામાં ઓછા બે લોકો ઝૂલસી ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. વીડિયો ફૂટેજમાં જાેઈ શકાય છે કે ભીષણ આગના કારણે સમગ્ર વિસ્તાર લાલ જાેવા મળી રહ્યો છે અને અંગારા અને ભભકતા કાટમાળનો વરસાદ જાેવા મળી રહ્યો છે.

જેના કારણે ત્યાંના રહીશોની પરેશાની વધી ગઈ છે. ફાયરના કર્મીઓ આગ પર કાબૂ લાવવાની કોશિશ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ નિર્માણધીન ઈમારત ૧૯૬૭માં હોંગકોંગના ગવર્નર રહી ચૂકેલા ડેવિડ ટ્રેન્ચ દ્વારા ખોલવામાં આવેલા મેરિનર્સ ક્લબની જૂની જગ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જૂની ઈમારતને ૨૦૧૮માં ધ્વસ્ત કરાઈ હતી અને તેને ૪૨ માળની કિમ્પ્ટન હોટલમાં ફેરવવામાં આવી હતી. આગમાં ધ્વસ્ત થઈ ચૂકેલી નિર્માણધીન ગગનચુંબી ઈમારત ૩,૪૦,૦૦૦ વર્ગ ફૂટમાં બની રહી હતી અને તેમાં ઓછામાં ઓછા ૫૦૦ રૂમ બનવાના હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/