fbpx
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ શાહઝહાંપુરમાં મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો પણ ચારેયના થઈ ગયાં મોત

યૂપીના શાહઝહાંપુરમાં એક મહિલાએ મેડિકલ કોલેજની મહિલા હોસ્પિટલમાં ૪ નવજાત બાળકોને જન્મ આપ્યો. આચારેય બાળકોમાં ત્રણ બાળકોના પ્રસવ દરમિયાન મોત થઈ ગયા હતા, જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પહેલી વાર મેડિકલ મહિલા હોસ્પિટલમાં ચાર બાળકોના જન્મ અને મોત થતાં દુઃખદ વાતાવરણ થઈ ગયું હતું.

આ કિસ્સો મેડિકલ કોલેજની મહિલા હોસ્પિટલનો છે. જ્યાં ગર્ભવતી મહિલા શિવાનીને પ્રસવ પિડાના કારણે દાખલ કરી હતી. આ દરમિયાન રાતના સમયે મહિલાએ એક પછી એક એમ ચાર બાળકોને જન્મ આપ્યો હતો, ૩ નવજાત છોકરીઓ હતી, જ્યારે એક છોકરો હતો. ત્રણેય છોકરીઓના મોત પ્રસવ દરમિયાન થઈ ગયા, જ્યારે બાળકનું મોત સારવાર દરમિયાન થયું. પ્રસવ બાદ મહિલા સ્વસ્થ છે, જેની હાલમાં સારવાર ચાલી રહી છે. મેડિકલ કોલેજમાં પહેલી વાર ૪ બાળકોના જન્મના સમાચાર આખી હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, એક સાથે કેટલાય બાળકોના જન્મ થવા પર પુરુષના શુક્રાણુ જ્યારે ગર્ભમાં પ્રવેશ કરે છે, તે સમયે મહિલા તરફથી એક ઈંડુ જ નિષેચિત હોય છે. જેનાથી એક જ બાળકનો જન્મ થાય છે, પણ ખૂબ જ ઓછા કિસ્સામાં મહિલા તરફથી એકની જગ્યાએ બે અથવા ત્રણ-ચાર ઈંડા પુરુષના શુક્રાણુને મળીને નિષેચિત થઈને ભ્રૂણ બની જાય છે, જેનાથી એકથી વધારે બાળકો જન્મ લે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/