fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના સલાહકાર માસાકો મોરીએ જાપાનમાં ઝડપથી ઘટી રહેલી વસતિ અંગે વ્યક્ત કરી ગંભીર ચિંતા

વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના સલાહકાર માસાકો મોરીએ જાપાનમાં ઝડપથી ઘટી રહેલી વસતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મસાકોએ એક નિવેદનમાં કહ્યુ છે કે, જાે સમય જતા આ જન્મદરમાં ઘટાડો ઓછો નહીં થાય તો દેશની અર્થવ્યવસ્થાને પડી ભાંગવામાં સમય નહીં લાગે. મસાકો મોરીએ ફેબ્રુઆરીમાં જાપાન દ્વારા ઘોષણા કર્યા પછી એક ઇન્ટરવ્યૂમાં બ્લૂમબર્ગને જણાવ્યુ હતુ કે, ‘જાે જન્મદર ઘટતો રહેશે તો દેશ ગાયબ થઈ જશે.’ મોરીએ કહ્યુ હતુ કે, ‘ઘટતી વસતિને કારણે જાપાનને ભારે નુકસાનનો સામનો કરવો પડશે.

દેશની આર્થિક તાકાત બરબાદ થઈ જશે, સામાજિક સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગશે અને સ્વ-રક્ષણ દળો માટે પૂરતી ભરતી થશે નહીં. આ એક ભયાનક બીમારી છે જે તે બાળકોને અસર કરશે.’ બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, વર્ષ ૨૦૨૨માં જાપાનમાં પેદા થયેલા લોકો કરતાં બમણાં લોકો મૃત્યુ પામ્યા હતદા. જેમાં ૮ લાખથી ઓછા બાળકોનો જન્મ અને અંદાજે ૧.૫૮ મિલિયન લોકોના મોત થયા હતા. નાના દેશ મોનાકો પછી વિશ્વમાં જાપાનમાં ૬૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો સૌથી વધુ છે. અહેવાલ પ્રમાણે, ગયા વર્ષે ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોનું પ્રમાણ વધીને ૨૯ ટકાથી વધુ થઈ ગયું છે.

જાપાનની વસતિ ૨૦૦૮માં ૧૨૮ મિલિયનથી ઘટીને ૧૨૪.૬ મિલિયન થઈ ગઈ છે અને ઘટાડાનો દર ઝડપી થઈ રહ્યો છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ દેશના નીચા જન્મદરને પહોંચી વળવાનું વચન આપ્યું છે. ઘણી નીતિઓ દ્વારા તેઓ દેશના નાગરિકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, મોટી ઉંમરે લગ્ન થવાને કારણે જન્મદર ઘટી રહ્યો છે. આ માત્ર જાપાનની સ્થિતિ નથી, ચીન પણ આ ટ્રેન્ડમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ૨૦૧૧ અને ૨૦૨૧ની વચ્ચે ૩૦ લાખથી વધુ લોકોના મોત થયા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/