fbpx
રાષ્ટ્રીય

ત્રિપુરામાં માણિક સાહાએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, બીજીવાર બન્યા રાજ્યના મુખ્યમંત્રી

ત્રિપુરામાં માણિક સાહાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેઓ બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. અગરતલાના વિવેકાનંદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. અત્રે જણાવવાનું કે ૬૦ સભ્યોવાળી ત્રિપુરા વિધાનસભામાં ભાજપે ૩૨ સીટ પર જીત મેળવી છે.

જ્યારે સહયોગી ઈન્ડિજેનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી)ને એક સીટ મળી છે. શપથ ગ્રહણ સમારોહના એક દિવસ પહેલા ત્રિપુરા શાખાના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે છેલ્લા ૩ દાયકાઓમાં એવું પહેલીવાર બન્યું કે ત્રિપુરામાં કોઈ બિન ડાબેરી સરકારે સત્તામાં વાપસી કરી. અમને આશા છે કે બીજીવાર સત્તામાં આવેલી ભાજપ સરકાર જનતાની આકાંક્ષાઓને પૂરી કરશે. નોંધનીય છે કે ૧૯૮૮માં કોંગ્રેસ-ટીયૂજેએસએ ડાબેરી પક્ષોને હરાવીને ત્રિપુરામાં સરકાર બનાવી હતી. પરંતુ આ ગઠબંધન વર્ષ ૧૯૯૩માં ડાબેરી પક્ષો સામે હારી ગયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/