fbpx
રાષ્ટ્રીય

ધુળેટીના દિવસે પતિ-પત્નીનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યાની ઘટના સામે આવી..

ધુળેટીનો રંગ ઉતર્યો નહોતો અને તાજેતરમાં જ પરણેલા કપલનો મૃતદેહ મુંબઈના કુકરેજા ટાવરમાં આવેલા ફ્લેટમાંથી મળી આવવાની ઘટના અંગે લોકોને હજુ પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. ઘાટકોપરમાં આવેલા ફ્લેટમાં દંપતીના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્‌સ પ્રમાણે બુધવારે ગીઝરનો ગેસ લિકેજ થવાથી દંપતીનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મૃતક પતિ દિપક શાહની ઉંમર ૪૦ જ્યારે પત્ની ટીના શાહની ઉંમર ૩૫ વર્ષની છે. જે અહીં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. ધુળેટી રમીને દંપતી પરત ફર્યું હતું તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારે કપલ દ્વારા તેમનો સંપર્ક ના થઈ શક્યો હતો. પરંતુ આ પછી જે ઘટના સામે આવી તેણે સૌ કોઈને હચમચાવી દીધા હતા. જે બાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પંતનગર પોલીસે આ ઘટના અંગે પ્રાથમિક તપાસ કરીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. વધુ તપાસ માટે મૃતદેહોને રજવાડી હોસ્પિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હવે આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવે તે બાદ પોલીસ વધુ જરુરી પગલા ભરશે અને લાગુ પડતી કલમોના આધારે કાર્યવાહી કરશે.

પોલીસે આ કેસ અંગે જણાવ્યું છે કે, આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે દંપતીના સગા કે જેઓ પાડોશમાં રહે છે તેમણે દંપતીનો સપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો અને જે બાદ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પંતનગરની પોલીસે જણાવ્યું કે, જ્યારે જે ફ્લેટમાં દંપતી રહેતા હતા તેને ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યો તો જાેયું કે પતિ-પત્ની મૃત અવસ્થામાં પડ્યા હતા. કપલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/