fbpx
રાષ્ટ્રીય

ઈડીએ નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં મની લોન્ડ્રીંગ સંબંધી તપાસમાં બિહારના કેટલાય શહેરોમાં પાડ્યા દરોડા

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં મની લોન્ડ્રીંગ સંબંધી તપાસમાં શુક્રવારે બિહારના કેટલાય શહેરોમાં દરોડા પાડ્યા હતા. દરોડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની ત્રણ પુત્રીઓ અને રાષ્ટ્રીય જનતા દળના નેતાના ઠેકાણામાંથી લાખો રૂપિયા મળ્યા છે. સૂત્રોએ જણાવ્યુ છે કે, દરોડા દરમિયાન ૫૩ લાખ રોકડા, ૧૯૦૦ અમેરિકી ડોલર, લગભગ ૫૪૦ ગ્રામ સોનું અને ૧.૫ કિલોના સોનાના ઘરેણાં મળી આવ્યા છે.

તેમણે એવું પણ જણાવ્યું છે કે, દક્ષિણ દિલ્હીના એક ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાં લાલૂ પ્રસાદના દીકરા અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર જાેઈએ તો, આ ઘર દિલ્હીના ન્યૂ ફ્રેંડ્‌સ કોલોની વિસ્તારમાં છે અને તે લાભાર્થી કંપની એકે ઈંફોસિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડનું રજીસ્ટર્ડ છે, જે આ કેસમાં સામેલ છે. પણ ઈડીના જણાવ્યા અનુસાર, યાદવ પરિવાર તેને આવાસીય સંપત્તિ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

અધિકારીઓએ કહ્યું કે, દરોડા પટના, ફુલવારી શરીફ, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર, રાંચિ અને મુંબઈમાં લાલૂ પ્રસાદની દીકરી રાગિની યાદવ, ચંદા યાદવ અને હેમા યાદવ તથા રાજદના પૂર્વ ધારાસભ્ય અબૂ દોજાના, અમિત કત્યાલ, નવદીપ સરદાના અને પ્રવીણ જૈનના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય સુરક્ષા દળોની સુરક્ષા ઘેરામાં લગભગ બે ડઝનથી વધારે જગ્યા પર સર્ચ કર્યું. દોઝાના પટનામાં પોતાના ઘરની બાલકની બહાર રાહ જાેઈ રહેલા મીડિયાકર્મીઓને એ કહેવા આવ્યા હતા કે, મને નથી ખબર કે આ લોકો મારા ઘર પર શું શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું ખાલી એટલું જાણુ છું કે, અમે ભાજપ સામે નહીં ઝુકવાની કિંમત ચુકાવી રહ્યા છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/