fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી પર વિશેષાધિકાર ભંગનો ભાજપના નેતાનો મોટો આરોપ

ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના સાંસદ નિશિકાંત દુબેએ શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસના ભંગ અંગે સંસદીય સમિતિ સમક્ષ તેમનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ખતમ કરવાની માંગ કરી છે. દુબેએ કહ્યું કે, તેમના ૫૦ મિનિટના ભાષણમાં રાહુલ ગાંધીએ ૭૫ વખત અદાણીનું નામ લીધું, આના પરથી સમજી શકાય છે કે, તેઓ આ બાબતે કેટલા ચિંતિત હતા. તેમણે કમિટી સમક્ષ દલીલ કરી હતી કે, રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા માટે તેમની સામે ત્રણ કારણોસર વિશેષાધિકારનો કેસ કરવામાં આવે છે.

નોંધપાત્ર રીતે, બજેટ સત્રના પ્રથમ તબક્કામાં ગાંધીના ભાષણ પછી, દુબેએ ૭ ફેબ્રુઆરીએ તેમની વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસ આપી હતી. રાહુલ ગાંધીએ તેમના ભાષણ દરમિયાન હિંડનબર્ગ-અદાણી મુદ્દે ટિપ્પણી કરી હતી. લોકસભાની વિશેષાધિકાર સમિતિ સમક્ષ પોતાનું સ્ટેન્ડ રજૂ કરતાં દુબેએ કહ્યું કે, લોકસભા અધ્યક્ષ દ્વારા ગૃહની કાર્યવાહીમાંથી ગાંધીજીની ટીપ્પણીઓ હટાવવા છતાં, તેઓ હજુ પણ તેમની અને કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલો પર ઉપલબ્ધ છે. ભાજપના સાંસદ સુનીલ સિંહ આ સમિતિના અધ્યક્ષ છે. એક સ્ત્રોતે દુબેને ટાંકીને જણાવ્યું હતું કે, “માત્ર એક જ નહીં પરંતુ ત્રણ પ્રકારના વિશેષાધિકારો તેને લાગુ પડે છે, અને તે એક રીઢો ‘ગુનેગાર’ છે, અને તેથી તેનું સભ્યપદ સમાપ્ત કરવું જાેઈએ.”

પ્રથમ, સંસદના ૩૫૨ (૨) અંતર્ગત કોઈપણ નિયમ બનાવતા પહેલા કોઈપણ સાંસદ કે મંત્રી પર ગંભીર આરોપ, લોકસભાના અધ્યક્ષને માહિતી આપીને પરવાનગી લેવી પડે છે, જે રાહુલ ગાંધીએ નથી કર્યું. બીજું, કારણ એ હોઈ શકે છે કે, લોકસભા અધ્યક્ષે તેમનું ભાષણ કાઢી નાખ્યું હોવા છતાં, રાહુલ ગાંધીનું ટિ્‌વટર હેન્ડલ અને યુટ્યુબ ચેનલ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની યુટ્યુબ ચેનલ હજી પણ રાહુલ ગાંધીના ખુલાસા વિના ભાષણ ચલાવી રહ્યા છે. ત્રીજું, રાહુલ ગાંધીએ સ્પીકરની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા અને પડકાર ફેંક્યો. એકવાર સ્પીકરે ખુલાસો કરી દીધા પછી તેને પડકારી શકાય નહીં, પરંતુ રાહુલ ગાંધી સતત દેશમાં અને વિદેશમાં જઈને પણ કહી રહ્યા છે કે, તેમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી, તેમનું માઈક બંધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/