fbpx
રાષ્ટ્રીય

ભારતમાં કોવિડ-૧૯ સંક્રમણ ફરીથી પગ પેસારો, કોરોનાના એક દિવસમાં ૫૦૦થી વધારે કેસ

કોવિડ-૧૯ સંક્રમણ ફરીથી પગ પેસારો કરી રહ્યું છે. ૧૧૪ દિવસમાં પહેલી વાર દેશમાં એક જ દિવસમાં ૧૧ માર્ચે કોરોનાના તાજેતરના ૫૦૦ કેસને પાર આંકડો પહોંચ્યો છે. નવાઈની વાત એ છે કે, આ સંખ્યા છેલ્લા ૧૧ દિવસમાં સાત દિવસના સરેરાશથી ડબલ થઈ ગયા છે. જાે કે, કોરોનાના કુલ દર્દીની સંખ્યા હજૂ પણ અપેક્ષાકૃત ઓછા છે અને આ વાયરસથી થનારા મોતમાં કોઈ વધારો થયો નથી.

છેલ્લા સાત દિવસમાં કોરોનાના કારણે ફક્ત ૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતે શનિવારે કોરોનાના ૫૨૪ નવા કેસ નોંધ્યા છે, જે ગત વર્ષે ૧૮ નવેમ્બર બાદ એક દિવસમાં સૌથી વધારે કેસ છે. છેલ્લા સાત દિવસમાં ૨૬૭૧ નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા સાત દિવસમાં કુલ ૧૮૦૨થી લગભગ ૫૦ ટકા વધારે છે. દેશમાં છેલ્લા ચાર અઠવાડીયાથી કોવિડના કેસો સતત વધી રહ્યા છે. જે ગત વર્ષે જૂન-જૂલાઈમાં મહામારીના પાછલા ઉછાળા બાદથી સંક્રમણમાં સૌથી લાંબા સમય સુધી થનારો સતત વધારો છે. ટીઓઆઈમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર અને દક્ષિણી રાજ્યોમાં કોરોનાના તાજેતરના કેસો વધવાનું ચાલુ છે. શનિવારે સમાપ્ત થયેલા અઠવાડીયાના સાત દિવસોમાં ત્રણ રાજ્યો કર્ણાટક (૫૮૪), કેરલ (૫૨૦) અને મહારાષ્ટ્ર (૫૧૨)માં કોરોનાના ૫૦૦થી વધારે નવા કેસ નોંધાયા છે. આ ગાળા દરમિયાન કમ સે કમ ૧૦૦ નવા કેસો નોંધાયેલ છે.

આ ઉપરાંત સૌથી વધારે કેસોવાળા રાજ્યમાં ગુજરાતનું નામ પણ સામેલ છે. અહીં કોરોનાના દર્દીમાં ચાર ગણો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં કોરોના દર્દીની સંખ્યા ૧૯૦ સુધી પહોંચી ગઈ છે. જ્યારે આ સંખ્યા છેલ્લા સાત દિવસમાં ફક્ત ૪૮ હતી. આંકડા અનુસાર, સંક્રમણના કુલ કેસની સંખ્યા ૪.૪૬ કરોડ (૪,૪૬,૯૦,૪૯૨) થઈ ગઈ છે. કોવિડ ૧૯થી સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર ૯૮.૮૦ ટકા નોંધાયો છે. આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા ૪,૪૧,૫૬,૦૯૩ થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદર ૧.૧૯ ટકા નોંધાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/