fbpx
રાષ્ટ્રીય

ભારતીય સેનાનું હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડાલા હિલ્સ વિસ્તાર નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું

ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડાલા હિલ્સ વિસ્તાર નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર છે. આર્મી સૂત્રોના જણાવ્યાં મુજબ હેલિકોપ્ટરના પાઈલટ્‌સની શોધખોળ ચાલુ છે. અકસ્માત બાદ ગુમ થયેલા પાઈલટ્‌સની શોધ થઈ રહી છે. દુર્ઘટના અંગે ગુવાહાટીમાં ડિફેન્સ પીઆરઓ લેફ્ટેનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે કહ્યું કે અરુણાચલ પ્રદેશના બોમડિલા પાસે ઓપરેશન સોર્ટી ઉડાણ ભરી રહેલા એક ચીતા હેલિકોપ્ટરનો ગુરુવારે સવારે ૯.૧૫ વાગે એટીએસથી સંપર્ક તૂટી જવાની સૂચના મળી હતી.

તેમણે કહ્યું કે હેલિકોપ્ટરના બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર છે. સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. અત્રે જણાવવાનું કે માર્ચ ૨૦૨૨માં જમ્મુ કાશ્મીરમાં પણ ચીતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે પાઈલટ્‌સમાંથી એકનું મોત થયું હતું. જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. આ માટે ખરાબ હવામાનને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. આ અકસ્માત એવા સમયે થયો હતો જ્યારે હેલિકોપ્ટરનું લેન્ડિંગ થવાનું હતું. પરંતુ ખરાબ હવામાનના કારણે નિયંત્રણ ગુમાવી દીધુ. આ સિંગલ એન્જિનવાળું હેલિકોપ્ટર હતું?.. તે જાણો.. ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર હળવા હેલિકોપ્ટરમાં ગણાય છે. તે સિંગલ એન્જિનવાળું હેલિકોપ્ટર હોય છે. ભારતીય સેના પાસે ૨૦૦ ચીતા હેલિકોપ્ટર છે.

હેલિકોપ્ટરમાં ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમ અને વેધર રડાર જેવી સિસ્ટમ નથી. આ જ કારણ છે કે ખરાબ હવામાનમાં તે અકસ્માતનો ભોગ બને છે. આમ તો અરુણાચલ પ્રદેશ પહાડીઓથી ઘેરાયેલું છે. અહીં એકાએક હવામાન બદલાઈ જાય છે. આવામાં આ વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉડાવવું સરળ રહેતું નથી. આ જ કારણ છે કે આ સ્થળો પર અન્ય રાજ્યોની સરખામણીએ વધુ અકસ્માત સર્જાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/