fbpx
રાષ્ટ્રીય

લાહોર હાઈકોર્ટે ઇમરાન ખાનને રાહત આપી, આ મહત્વનો આદેશ કરાયો

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (ઁ્‌ૈં) પાર્ટીના ચીફ ઈમરાન ખાનને લાહોર હાઈકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે પોલીસ એક્શન પર આવતી કાલ એટલે કે શુક્રવાર સુધી રોક લગાવી છે. લાહોર હાઈકોર્ટે પોલીસ કાર્યવાહી પર રોક લગાવવાની મર્યાદાને વધારી છે. આ અગાઉ સુનાવણી દરમિયાન કોર્ટે ઈમરાન ખાનને ઓફર આપી કે તેઓ જાે સરન્ડર કરશે તો તેમની ધરપકડ પર રોક લાગી શકે છે. તોશાખાના કેસમાં ૧૮ માર્ચના રોજ ઈમરાન ખાનની પેશી થવાની છે જેના માટે બિનજામીનપાત્ર વોરંટ પણ ઈશ્યુ કરાયું હતું.

જાે કે કોર્ટે ઈમરાન ને ફટકાર પણ લગાવી અને પૂછ્યું કે આખરે આટલો તમાશો કરવાની શું જરૂર હતી લાહોરમાં ઈમરાન ખાનની ધરપકડ પર ત્રણ દિવસથી ચાલી રહેલા હંગામાનો ક્લાઈમેક્સ આવતી કાલે જાેવા મળી શકે છે. આખરે ઈમરાન ખાનની ધરપકડ થશે? ઈમરાન ખાનની ધરપકડ પર પાકિસ્તાનમાં જે હાલત છે તેને જાણે તેમના ઘરની બહાર જંગનું મેદાન બનાવી દીધુ છે. માત્ર લાકડીઓ ઉછળી એટલું જ નહીં પરંતુ પથ્થરબાજી પણ થઈ. પેટ્રોલબંબ ફેંકાયા. સ્ટ્રીટ લાઈટો તોડવામાં આવી અને રસ્તા પર આઝાદી આઝાદીના નારા પણ લાગ્યા. ઈમરાન ખાન જ્યાં એકબાજુ વારંવાર કહેતા રહ્યા કે તેઓ જેલ જવા માટે તૈયાર છે ત્યાં બીજી બાજુ વારંવાર કાર્યકરોને ઉક્સાવતા પણ જાેવા મળ્યા. શું છે ઈમરાન ખાનનો હેતુ?..

ઈમરાન ખાન જ્યાં દાવો કરી રહ્યા હતા કે તેમના કાર્યકરો પર વારંવાર ગોળીઓ ચાલી રહી છે. તેમના ઘર પર શેલિંગ થઈ રહ્યું છે. એટલે સુધી કે તેઓ દુનિયા સામે ગોળા લઈને પણ બેસી ગયા. ઈમરાન ખાન જ્યાં એકબાજુ કહી રહ્યા છે કે તેઓ જેલમાં જવા માટે તૈયાર છે ત્યાં તેમની પાર્ટીના નેતા એક એક કરીને સમગ્ર પાકિસ્તાનથી પીટીઆઈના કાર્યકરોને લાહોર બોલાવી રહ્યા છે. તેમનો હેતુ ઈમરાન ખાનની ધરપકડ રોકવાનો છે.

નોંધનીય છે કે ઈમરાન ખાનની ધરપકડ પર આ હાલાત મંગળવારથી હતા. જ્યારે તોશાખાના કેસમાં ઈમરાન ખાનને ધરપકડ કરવાની વાત સામે આવી ત્યારથી ઈસ્લામાબાદ પોલીસ સામે ઈમરાન ખાનના સેંકડો સમર્થકો ઢાલ બનીને ઊભા રહ્યા અને કોઈ સેનાની જેમ યુદ્ધ લડતા રહ્યા. ઈમરાન ખાનના સમર્થક સતત પોલીસ અને પાકિસ્તાની રેન્જર્સ સામે મુકાબલો કરતા રહ્યા. ઈમરાન ખાન સમર્થકોએ પોલીસવાળાઓ અને પાકિસ્તાની રેન્જર્સ પર પથ્થરો વરસાવ્યા. પેટ્રોલ બોંબ ફેંકાયા એવા પણ અહેવાલો સામે આવ્યા. આ ઉપરાંત શાહબાજ સરકાર તરફથી કહેવાયું કે ઈમરાન ખાન બુજદિલ છે જે ધરપકડથી ડરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/