fbpx
રાષ્ટ્રીય

મહિલાઓની માફક પુરુષો માટે પણ રાષ્ટ્રીય પુરુષ આયોગ બનાવવાની માગ, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

ઘરેલૂ હિંસાના શિકાર વિવાહીત પુરુષો દ્વારા આત્મહત્યા કરવાના મામલાના નિવારણ માટે દિશા-નિર્દેશ અને રાષ્ટ્રીય પુરુષ આયોગ બનાવવાનો અનુરોધને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ મહેશ કુમાર તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દેશમાં દુર્ઘટનાવશ મોતના સંબંધમાં ૨૦૨૧માં પ્રકાશિત રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોના આંકડાના હવાલો આપતા કહ્યું કે, તે વર્ષે દેશભરમાં ૧,૬૪,૦૩૩ લોકોએ આત્મહત્યા કરી છે. અરજીમાં કહેવાયું છે કે, તેમાંથી આત્મહત્યા કરનારા વિવાહીત પુરુષોની સંખ્યા ૮૧,૦૬૩ હતી, જ્યારે ૨૮,૬૮૦ વિવાહીત મહિલાઓ હતી.

અરજીમાં એનસીઆરબીના આંકડાનો હવાલો આપતા કહ્યું કે, વર્ષ ૨૦૨૧માં લગભગ ૩૩.૨ ટકા પુરુષોએ પારિવારીક સમસ્યાના કારણોથી અને ૪.૮ ટકા વિવાહ સંબંધી કારણોથી આત્મહત્યા કરી છે. અરજીમાં વિવાહીત પુરુષો દ્વારા આત્મહત્યાના મુદ્દાના નિવારણ અને ઘરેલૂ હિંસાથી પીડિત પુરુષોની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો છે. અરજીમાં કેન્દ્રને ગૃહમંત્રાલય દ્વારા પોલીસ વિભાગને એ નિર્દેશ આપવાની ભલામણ કરી છે કે, ઘરેલૂ હિંસાના શિકાર પુરુષોની ફરિયાદ તાત્કાલિક સ્વીકારવામાં આવે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/