fbpx
રાષ્ટ્રીય

Adani Group પર મોટા ખુલાસા બાદ હિંડનબર્ગે ટિ્‌વટર હેન્ડલથી ફરી કરી ટ્‌વીટ

જાન્યુઆરીમાં આવેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જાેવા મળ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૨માં ૧૫૦ બિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક ગૌતમ અદાણી જાન્યુઆરીમાં ૫૩ બિલિયન ડોલર પર પહોંચી ગયા હતા. અદાણી દુનિયાભરના અબજાેપતિઓની યાદીમાં ટોપ ૩૫થી પણ આઉટ થઈ ગયા હતા અને તેમના અદાણી ગ્રુપે ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું. અદાણી ગ્રુપના શેરો ખરીદનારા રોકાણકારોને ભારે ભરખમ નુકસાન થયું. હવે જ્યારે છેલ્લા કેટલાક સમયથી ગૌતમ અદાણીની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ અબજાેપતિઓની યાદીમાં ૧૧માં નંબરે પહોંચી ગયા છે ત્યારે હિંડનબર્ગ રિસર્ચ તરફથી વધુ એક ટ્‌વીટ કરવામાં આવ્યું છે.

હિંડનબર્ગ રિસર્ચે ‘વધુ એક મોટો ખુલાસો’ કરવાનો સંકેત આપ્યો છે. હિંડનબર્ગ રિસર્ચે પોતાના ટિ્‌વટર હેન્ડલથી ટ્‌વીટ કરી, ‘નવો રિપોર્ટ જલદી એક વધુ મોટો રિપોર્ટ.’ દુનિયાભરના શેર બજારમાં આ ટ્‌વીટને ખુબ ઉત્સુકતાથી જાેવામાં આવી રહી છે. લોકો વિચારી રહ્યા છે કે આ વખતે હિંડનબર્ગ તરફથી થનારો ખુલાસો શું અમેરિકી બેંક વિશે હશે? એક ભારતીય યૂઝરે હિંડનબર્ગના ટ્‌વીટનો જવાબ આપતા કહ્યું કે ‘આશા છે’ કે આ કોઈ બીજી ભારતીય કંપની વિશે નહીં હોય. યૂઝરે હિંડનબર્ગને આ વખતે કોઈ ચાઈનીઝ કંપની પર રિપોર્ટ કરવાની ભલામણ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/