fbpx
રાષ્ટ્રીય

વર-વધૂની કંજૂસી જાેઇને લોકો ભરાયા ગુસ્સે, કારણ મહેમાનોને લગ્નમાં માત્ર પાણી!

સામાન્ય રીતે લગ્નમાં મહેમાનોની આગતાસ્વાગતા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક લગ્નમાં પહોંચેલા મહેમાનો ઘણાં જ ગુસ્સે ભરાયેલા જાેવા મળ્યા હતા. મહેમાનોને આશા હતી કે, લગ્નમાં ઘણાં આદર સત્કાર સાથે ખાવા-પીવા માટે ચટાકેદાર વ્યંજનો પીરસાશે, પરંતુ એવું કાંઇ આમાં ન હતું. મહેમાનોને લગ્નમાં માત્ર પાણી આપવામાં આવ્યું. દેશમાં આવી કંજૂસી જાેઇને મહેમાનો ગુસ્સે ભરાયા હતા. લગ્નમમાં કરાયેલા આવા વ્યવહારોને કારણે એક પોસ્ટ રેડિટ પર વાયરલ થઇ ગઇ છે.

મહેમાનો લગ્નમાં દર્શાવેલી બેરુખી પર ઘણાં જ નારાજ દેખાયા હતા. આ પોસ્ટમાં દુલ્હન તરફથી જણાવવામાં આવ્યુ કે, તેણે ક્યારેક પાણી પીધું હતુ તો ક્યારેક જ્યુસ તેણે લગ્નમાં કોફી પણ પીધી ન હતી. જ્યારે દુલ્હને લગ્નમાં માત્ર પાણી આપવાનું મહેમાનોને જણાવ્યું તો કેટલાક લોકો ખુશ ન દેખાયા. દુલ્હને પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે, કેટલાક લોકોને આ વાતથી કોઇ ફરક ન પડ્યો પરંતુ ઘણાં લોકો આ ર્નિણયથી ઘણાં નારાજ હતા. કેટલાક મહેમાનોએ કપલને એ વાત પણ સૂચવી કે, તેમણે ઓપન બારની સુવિધા રાખવી જાેઇતી હતી.

જેથી મહેમાનો સરળતાથી ડ્રિંક લઇ શકે પરંતુ દુલ્હને જ આ વિચારનો વિરોધ કર્યો હતો. દુલ્હને પોતાના પોસ્ટમાં આગળ લખ્યું કે, અમે ઇચ્છતા તો એવું કરી શકતા હતા પરંતુ આ માટે પણ અમારે બારઅટેન્ડન્ટને પૈસા આપવા પડશે. રેડિટ પર આ પોસ્ટ શેર કર્યા બાદ આ ઘણી જ વાયરલ થઇ હતી. આની પર અનેક લોકોની ફટાફટ રિએક્શન પણ આવ્યું હતુ. કેટલાક લોકોએ કપલના આવા ર્નિણયને તુચ્છ જણાવ્યો તો અન્ય લોકોએ કમેન્ટમાં લખ્યું કે, ગેસ્ટ તો લગ્નમાં ગિફ્ટ લઇને આવ્યા હશે પરંતુ માત્ર પાણી જ મળ્યું. જ્યારે કેટલાક લોકો આમના આવા ર્નિણયથી સહમત પણ થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/