fbpx
રાષ્ટ્રીય

હિંડનબર્ગે અમેરિકન કંપની બ્લોક ઇન્ક વિરુદ્ધ એક રિપોર્ટ જારી કર્યો

અદાણી ગ્રૂપ બાદ ટેક્નોલોજી ફર્મ બ્લોક ઇન્ક અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના ટાર્ગેટ હેઠળ આવી છે. હિંડનબર્ગે ગુરુવારે (૨૩ માર્ચ) અમેરિકન કંપની બ્લોક ઇન્ક વિરુદ્ધ એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ટિ્‌વટરના પૂર્વ ઝ્રઈર્ં જેક ડોર્સીની આગેવાની હેઠળની મોબાઈલ પેમેન્ટ કંપની બ્લોક ઈન્કએ છેતરપિંડી કરીને તેના યુઝર્સની સંખ્યામાં વધારો કર્યો છે.

આ સાથે, કંપનીએ નવા ગ્રાહકોને ઉમેરવાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. શોર્ટ સેલર ફર્મે કહ્યું કે, તેણે બ્લોક ઇન્કના શેરમાં શોર્ટ પોઝિશન લીધી છે. હિન્ડેનબર્ગે જણાવ્યું છે કે, “અમને લગભગ ૨ વર્ષની તપાસ પછી જાણવા મળ્યું છે કે, બ્લોક ઇન્ક. એ મદદ કરવાનો દાવો કરતી વસ્તી વિષયક બાબતોનો વ્યવસ્થિત રીતે લાભ લીધો છે.” અદાણી જૂથ પરના ઘટસ્ફોટના બે મહિના પછી, હિંડનબર્ગે ૨૩ માર્ચ, ૨૦૨૩ ની વહેલી સવારે ટિ્‌વટ કરીને નવા ઘટસ્ફોટ વિશે સંકેત આપ્યો હતો.

આ ટ્‌વીટમાં લખ્યું હતું – નવો રિપોર્ટ ટૂંક સમયમાં – બીજાેમોટો ઘટસ્ફોટ ૨૪ જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ અહેવાલે ગ્રુપની કંપનીઓની ચાલ બગાડી નાખી. આમાં રિકવરી આવી છે, પરંતુ હજુ પણ કોઈ કંપનીના શેર જૂના સ્તરે પહોંચ્યા નથી. રિપોર્ટમાં ગ્રુપ કંપનીઓ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જાેકે, અદાણી ગ્રુપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/