fbpx
રાષ્ટ્રીય

ભારતમાં ફરીથી ઝડપથી વધે છે કોરોના!.. ૧૪૦ દિવસ બાદ સૌથી વધુ કેસ નોંધાયા!..

કોરોના ફરી એકવાર ડરાવવા લાગ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણથી બચવા માટે આદેશ આપ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યોને સલાહ આપી હતી કે, કોરોનાની સામે લડવા માટે ટેસ્ટ-ટ્રીક-ટ્રીટ-ટીકાકરણ અને કોવિડ ઉપયુક્ત વ્યવહાર કરવાની ૫ ફોલ્ડ સ્ટ્રેટેજી પર ફોકસ કરવાનું કહ્યું છે. સરકારે તેમના નોટિફિકેશનમાં કહ્યુ હતુ કે, અમે જલદી એક મોક ડ્રિલ પણ કરીશું.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, કોવિડ-૧૯ની તૈયારીઓને જાેઈને અને તેને મજબૂત કરવા માટે એક મોક ડ્રિલ કરવામાં આવશે. ત્યારે તમામ રાજ્યોમાં મોક ડ્રિલ યોજાશે. તમામ કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ મોક ડ્રિલ યોજવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના રાજ્યોએ તમામ સ્વાસ્થ્ય ફેસિલિટીમાં ઇન્ફ્લૂએન્ઝા અને કોવિડ-૧૯ માટે જરૂરી દવાઓ હાજર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સિવાય રાજ્યોને પૂરતા પ્રમાણમાં બેડ અને સ્વાસ્થ્ય કર્મીઓને તૈયાર રાખવાના આદેશ આપ્યા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે અપડેટ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ભારતમાં ૧૩૦૦ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૧૪૦ દિવસમાં આ સૌથી વધુ કેસ નોંધાયા છે.

ત્યારે એક્ટિવ કેસ વધીને ૭૬૦૫ થઈ ગયા છે. ત્યાં ત્રણ લોકોના મોત થતા કુલ મોત વધીને ૫,૩૦,૮૧૬ થઈ ગયા છે. કોવિડ-૧૯નો રોજનો પોઝિટિવ રેટ વધીને ૧.૪૬ ટકા થયો છે, જ્યારે વીકલી પોઝિટિવ રેટ ૧.૦૮ ટકા થયો છે. મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨૨૦.૬૫ કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. એક રિપોર્ટ પ્રમાણે, માત્ર ત્રણ જ અઠવાડિયામાં કોરોનાના કેસની સંખ્યામાં ૧૦૦ ટકાથી વધારે વધારો થયો છે. ૧થી ૭ માર્ચ વચ્ચે કેરળમાં નવા ૪૪૫ કેસ નોંધાયા છે. તો ૮થી ૧૪ માર્ચ સુધીમાં કેસ વધીને ૬૦૧ થઈ ગયા છે. ૧૫થી ૨૧ માર્ચ સુધીમાં કેસ વધીને ૯૭૯ સુધી પહોંચી ગયા છએ. ત્યારે ૧૪ માર્ચથી રાજ્યમાં દરરોજ નવા ૧૦૦ કેસ નોંધાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/