fbpx
રાષ્ટ્રીય

ઓસ્ટ્રેેલિયા સામેની સીરિઝમાં હાર મળતા વર્લ્ડકપની તૈયારી પર ઉઠ્‌યા સવાલ

ઓસ્ટ્રેલિયા સામેની ૩ મેચની ર્ંડ્ઢૈં શ્રેણીમાં ભારતીય ટીમની હારથી આ વર્ષના અંતમાં યોજાનાર વર્લ્ડ કપ અગાઉ ટીમની તૈયારીઓ અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. આ સીરિઝમાં જ્યાં ભારતીય ટીમ માટે કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા તો કેએલ રાહુલે પણ સારુ પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેમ છતાં ટીમના અન્ય ખેલાડીઓના પ્રદર્શને બધાને નિરાશ કર્યા છે.

વર્લ્ડકપ પહેલા આ સીરિઝમાં ટીમની જે ખામીઓ સામે આવી છે તેને વહેલી તકે સુધારવાની જરૂર પડશે. ભારતમાં યોજાનાર વર્લ્ડ કપની મેચો ઘણા અલગ-અલગ શહેરોમાં રમાશે, આવી સ્થિતિમાં ટીમને દરેક જગ્યાએ અલગ-અલગ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, જેના માટે તેણે પોતાની જાતને અગાઉથી તૈયાર કરવી પડશે. આવી સ્થિતિમાં જ્યાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન મુંબઈમાં અલગ-અલગ સ્થિતિ જાેવા મળી હતી, ત્યારે ચેન્નાઈમાં ટીમને કાંગારૂ સ્પિન બોલરો સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. આને ધ્યાનમાં રાખીને ટીમમાં સુધારો કરવો પડશે. ઓસ્ટ્રેલિયા સામેની આ ર્ંડ્ઢૈં શ્રેણીની છેલ્લી ૨ મેચોમાં ભારતીય ટીમ કુલદીપ યાદવ સિવાય ૨ લેફ્ટ આર્મ સ્પિન બોલરો સાથે રમતી જાેવા મળી હતી.

જ્યારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું હતું કે કુલદીપ યાદવ ટીમ માટે પ્રથમ પસંદગીનો સ્પિન બોલર બનવા જઈ રહ્યો છે, અન્ય બે ડાબા હાથના સ્પિન બોલરોની જગ્યાએ ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ઑફ-સ્પિનરને પણ સામેલ કર્યો છે. ઑસ્ટ્રેલિયા સામેની ર્ંડ્ઢૈં સીરિઝમાં સૂર્યકુમાર યાદવના ફોર્મને લઈને સૌથી વધુ ચર્ચા જાેવા મળી હતી. જે ત્રણેય વન-ડે મેચમા શૂન્ય રનમાં આઉટ થયો હતો. સૂર્યકુમારના આ ફોર્મે ચોક્કસપણે ટીમ મેનેજમેન્ટ માટે મોટી સમસ્યા ઊભી કરી છે કારણ કે મધ્યક્રમમાં શ્રેયસ ઐયરની વાપસી અંગે કંઈ નક્કી નથી. ત્રીજી વનડેમાં એક સમયે ભારતીય ટીમની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી હતી, પરંતુ મહત્વની વિકેટો અચાનક પડી જવાને કારણે ઓસ્ટ્રેલિયન ટીમને વાપસી કરવાનો મોકો મળ્યો.

આ પછી હાર્દિક અને જાડેજાએ ઇનિંગ્સને લક્ષ્ય તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને તેમાં સફળ થઈ શક્યા ન હતા. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ મેચ ફિનિશરની ભૂમિકા સારી રીતે નિભાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વર્ષના અંતમાં યોજાનાર ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીઓએ પોતાને સંપૂર્ણ રીતે ફિટ રાખવા માટે તેમના વર્કલોડ પર ધ્યાન આપવું પડશે. આવી સ્થિતિમાં, આઈપીએલ દરમિયાન આ માટે ફ્રેન્ચાઇઝીઓને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે, પરંતુ કેપ્ટન રોહિતે નિશ્ચિતપણે તેમના નિવેદનમાં કહ્યું કે તે કેટલું અનુસરશે તે વિશે વધુ કહી શકતા નથી અને અંતે ઘણું બધું ખેલાડી પર ર્નિભર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/