fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીનું સાંસદ પદ ખાલી થતા ચુંટણી પંચ વાયનાડ સીટ પર કરાવી શકે છે પેટાચૂંટણી

સુરત કોર્ટના ચુકાદા બાદ કોગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વાયનાડ સીટ પરથી લોકસભાનું સભ્ય પદ રદ થયું છે જેના લીધે કોંગ્રેસ પક્ષના તમામ રાષ્ટ્રીય નેતાઓ ની ચિંતામાં મોટો વધારો થયો છે ત્યારે જ એવા સમાચાર મળી રહ્યા છે કે આવનારા સમયમાં ચૂંટણી પાંચ દ્વારા ખાલી પડેલી વાયનાડ લોકસભા સીટ ઉપર પેટા ચૂંટણીનું એલાન પણ કરવામાં આવી શકે છે. માનવામા આવી રહ્યું છે કે, પંચ આ સંસદીય સીટ પર આગામી છ મહિનાની અંદર ગમે ત્યારે ચૂંટણી કરાવી શકે છે. લોકસભા સચિવાલયના નોટિફિકેશન અનુસાર, કેરલની વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાહુલ ગાંધીને સૂરતની એક કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૯ના માનહાનિ કેસમાં સજા સંભળાવ્યા બાદ શુક્રવારે લોકસભાનું સભ્યપદ ખતમ થઈ ગયું હતું. માનહાનિ કેસમાં કોર્ટ રાહુલ ગાંધીને ૨ વર્ષની સજા ફટકારી છે.

હકીકતમાં, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૫૧એ અંતર્ગત ચૂંટણી પંચને સંસદ અને વિધાનસભાઓમાં ખાલી સીટો પર ખાલી જગ્યાને ૬ મહિનાની અંદર પેટાચૂંટણી કરવાનો અધિકાર છે. જાે કે, તમાં એક શરત એ પણ છે કે, નવનિર્વાચિત સભ્ય માટે એક વર્ષ અથવા તેનાથી વધારે સમય બાકી હોય. અહીં રાહુલ ગાંધીની અયોગ્યતા બાદ વાયનાડ સીટ ૨૩ માર્ચે ખાલી થઈ ગઈ હતી. ત્યારે આવા સમયે કલમ ૧૫૧ એ અંતર્ગત ચૂંટણી પંચ માટે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી આ ચૂંટણી વિસ્તારમાં પેટાચૂંટણી કરાવવી ફરજિયાત છે.

અહીં ૧૭મી લોકસભાનો કાર્યકાળ પુરો થવામાં હજૂ એક વર્ષ કરતા પણ વધારે સમય બાકી છે. ત્યારે આવા સમયે પેટાચૂંટણી થશે. ભલે નિર્વાચિત સાંસદને નાનો કાર્યકાળ મળે.અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, ચૂંટણી પંચને વાયનાડ પેટાચૂંટણીની યોજનાને વિરામ આપવો પડી શકે છે અને જાે તેની જાહેરાત કરે છે તો, ચૂંટણી પ્રક્રિયા પુરી થતા પહેલા કોર્ટ દ્વારા દોષસિદ્ધિ પર રોક લગાવાની સ્થિતીમાં મતદાનને રદ કરવું પડે શકે છે. આ અગાઉ લક્ષદ્રિપથી એનસીપી સાંસદ મોહમ્મદ ફૈઝલની અયોગ્યતા હાલના કિસ્સામાં જાેઈ શકાય છે.

ફૈઝલને કોર્ટે હત્યાના પ્રયાસમાં ૧૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ દોષિત ઠેરવ્યા, જેનાથી તેઓની લોકસભા સદસ્યતા જતી રહી. ચૂંટણી પંચે તુરંત આ સીટ પર પેટાચૂંટણી કરાવાની જાહેરાત પણ કરી દીધી. જાે કે, કેરલ હાઈકોર્ટે તેમની દોષ સિદ્ધિ પર રોક લગાવી દીધી હતી, જે બાદ આયોગે પણ ચૂંટણી નોટિફિકેશન ટાળવું પડ્યું હતું.જાે કે અહીં એક રસપ્રદ વાત એ છે કે, કેરલ હાઈકોર્ટમાંથી મળેલી રાહત બાદ ફૈઝલની લોકસભા સદસ્યતા ભલે પાછી મળી ગઈ હોય, પણ તેઓ સદનની કાર્યવાહીમાં હજૂ પણ ભાગ લઈ શકતા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/