fbpx
રાષ્ટ્રીય

હવે ભારતનો સમય આવ્યો, બનશે વિશ્વની નંબર ૧ ઈકોનોમી : રાજનાથ સિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતની ઈકોનોમી છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ સારી થઈ છે, જે દુનિયા માટે ઉદાહરણરુપ બની શકે છે. તેમણે કહ્યું કે, રેટિંગ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ભારત ૨૦૨૭માં દુનિયાની ટોપ ૩ ઈકોનોમીમાં સામેલ થઈ જશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે નેટવર્ક ૧૮ રીઈજિંગ ઇન્ડિયા સમીટમાં કહ્યું કે, અમૃતકાળના સમાપન એટલે કે આઝાદીના ૧૦૦ વર્ષ પુરા થવા પર દુનિયાની ટોપ ઈકોનોમી ભારત બની જશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ય્જી્‌ અને ઈનકમ ટેક્સના કલેક્શનમાં જે વધારો થયો છે, તે અમુક વર્ષ પહેલા કલ્પનાથી અલગ હતું.

નેટવર્ક ૧૮ના બે દિવસીય લીડરશિપ કોન્ક્‌લેવ રાઈઝિંગ ઈંડિયા સમિટ ૨૦૨૩નો આજે બીજાે દિવસ છે. આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આપણને….અપના ટાઈમ આયેગા એવું કહેતા ઘણો સમય લાગી ગયો. પણ આજે હું સૌની સામે એ કહેવા માગું છું કે, અપના ટાઈમ આ ગયા. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય ઈકોનોમી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને દુનિયાની સૌથી ઝડપથી વધરતી અર્થવ્યવસ્થામાંથી એક છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા હવે દુનિયાની ફ્રેઝાઈલ ૫ થી ફૈબુલસ ૫ ઈકોનોમીમાં બદલાઈ ગઈ છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, દેશે આઈટી સેક્ટરના દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી છે. દેશમાં પહેલા મોબાઈલ ફોનની આયાત થતી હતી, પણ હવે અહીંથી બનેલા ફોન સમગ્ર દુનિયામાં નિકાસ થાય છે. એપ્પલે આ વર્ષે ૧ અબજ ડોલરના ફોનની નિકાસ ભારમાંથી કરી છે. દેશમાં આજે સૌથી સસ્તા મોબાઈલ ડેટા સર્વિસ મળે છે. ભારતે ૫ જી ઈન્ટરનેટ સેવા શરુ કરી અને ૬જીની તૈયારી ચાલી રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતનું વાર્ષિક નિકાસ પહેલા ફક્ત ૩૦૦ અબજ ડોલરનું હતી. જ્યારે હવે આ આંકડો ૭૫૦ અબજ ડોલરની નિકાસ થઈ ગઈ છે. આ વર્ષે દેશમાં સૌથી વધારે વિદેશી રોકાણ આવ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત હવે ડિફેન્સના સેક્ટરમાં ઝડપથી આગળ વધી આર્ત્મનિભરતા તરફ ડગ માંડી રહ્યા છે.

સેના માટે પહેલા જે હથિયાર અને સામાન વિદેશોમાંથી આવતા હતા. રક્ષામંત્રાલયે તેને દેશમાં જ બનાવવાનો ર્નિણય કર્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આપમી સેના માટે દારુગોળા હવે સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવે છે. તેના માટે અમે ઘરેલૂ ઉદ્યોગો માટે ખરીદીનો એક નિશ્ચિત ભાગ અનામત રાખ્યો છે. નાણાકીય વર્ષે ૨૦૨૩-૨૪ માટે આ ભાગ વધારીને ૭૫ ટકા કરી દીધો છે.

જે લગભગ એક લાખ કરોડ રૂપિયા હશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમે ન ફક્ત પોતાના માટે ઉત્પાદન કરીએ છીએ પણ જરુર પડવા પર બીજા દેશોને હથિયાર અને ઉપકરણની પણ સપ્લાઈ કરીએ છીએ. ૨૦૧૪થી પહેલા ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ ફક્ત ૯૦૦ કરોડ રૂપિયા હતું. આજે પીએમ મોદીના કાર્યકાળના ૯ વર્ષમાં તે વધીને ૧૫૦૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આ આર્ત્મનિભર ભારતની સફળતા બતાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/