fbpx
રાષ્ટ્રીય

ઈન્દોરમાં મંદિરના કુવાની છત ધસી પડતા ૨૫થી વધુ લોકો દબાયા

રામનવમીના અવસરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરના કુવાની છત ધસી પડી છે. કુવામાં ૨૫થી વધુ લોકો પડી ગયા છે. પ્રશાસનની ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી છે. લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અત્રે જણાવવાનું કે સ્નેહનગર પાસે પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં કુવાની છત ધસી પડવાથી ૨૫થી વધુ લોકો વાવમાં પડ્યા.

એવું કહેવાય છે કે અકસ્માત બાદ ઘણા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને ૧૦૮ની ગાડીઓ ત્યાં પહોંચી શકી નહતી. કેટલાક લોકોને જેમતેમ કરીને બહાર કાઢવામાં આવ્યા. અંદર પડનારા લોકોના પરિજનોની હાલત ખરાબ છે. હાલ જાે કે ઘટનાસ્થળે પોલીસફોર્સ, અને એમ્બ્યુલન્સ હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. રેસ્ક્યૂ ઓપરેશન કરનારી ટીમો સાથે જ ઘટનાસ્થળે આજુબાજુના લોકોની ભીડ પણ ભેગી થઈ ગઈ છે. પ્રશાસનની ટીમ ઘટનાસ્થળથી દૂર રહેવા અને રાહત-બચાવની ટીમ તથા ગાડીઓને રસ્તો આપવાની અપીલ થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/