fbpx
રાષ્ટ્રીય

કોર્ટના આ ર્નિણયથી US H1B વિઝા ધારકોને ઘણો ફાયદો થશે..

અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને લઈને અમેરિકી કોર્ટે મોટો ર્નિણય સંભળાવ્યો છે. અમેરિકી કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જાે કોઈની પાસે ૐ-૧મ્ વિઝા છે તો તેના જીવનસાથીને દેશમાં કામ કરવાની છૂટ છે. સેવ જાેબ્સ યુએસએ નામની સંસ્થાએ ૐ-૧મ્ વિઝા ધારકોની અમુક શ્રેણીના જીવનસાથીઓને કામ કરવાનો અધિકાર આપતા નિયમોને તોડી પાડવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ નિયમો બરાક ઓબામાના પ્રમુખપદ દરમિયાન બનાવવામાં આવ્યા હતા. કોર્ટના આ ર્નિણયથી ભારતીયોને પણ ફાયદો થશે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ૐ-૧મ્ વિઝા ધારકો પણ છે.

યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચુટકને સેવ જાેબ્સ યુએસએની અરજીને ફગાવી દેતાં કહ્યું કે ૐ-૧મ્ વિઝા ધારકની પત્નીને પણ યુએસમાં કામ કરવાની છૂટ છે. સેવ જાેબ્સ યુએસએની અરજીનો એમેઝોન, એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓએ વિરોધ કર્યો હતો. કોર્ટના આ ર્નિણયથી એક લાખ ૐ-૧મ્ વિઝા ધારકોને ફાયદો થશે. જેમાં મોટી સંખ્યામાં ભારતીયોનો સમાવેશ થાય છે. સેવ જાેબ્સ યુએસએએ દલીલ કરી હતી કે કોંગ્રેસે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ઓથોરિટીને વિદેશી નાગરિકોના જીવનસાથીને ૐ-૪ વિઝા ધારકોને યુ.એસ.માં કામ કરવાની મંજૂરી આપવાનો અધિકાર આપ્યો નથી. કોર્ટે આ દલીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસે જાણી જાેઈને યુએસ સરકારને જીવનસાથીના યુએસમાં રહેવાની શરત તરીકે રોજગાર અધિકૃત કરવાનો અધિકાર આપ્યો હતો.

લાઈવ મિન્ટના એક અહેવાલ મુજબ, વસાહતીઓને કાનૂની સહાય પૂરી પાડતા વકીલ અજય ભુટોરિયાએ કોર્ટના ર્નિણયને વધાવતા કહ્યું કે ૐ૧મ્ વિઝા હેઠળ અન્ય દેશોના કુશળ કામદારોને યુએસમાં આવવા અને અહીંની કંપનીઓમાં કામ કરવાની મંજૂરી આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. જેના માટે અરજી કરવામાં આવી હતી. અત્યાર સુધી પતિ કે પત્નીને આ હેઠળ કામ કરવાની મંજૂરી નહોતી. જેના કારણે અહીં રહેતા પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડતો હતો. હવે આવું નહીં થાય કારણ કે વિઝા ધારકની પત્ની પણ કામ કરીને પૈસા કમાઈ શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/