fbpx
રાષ્ટ્રીય

નરેન્દ્ર મોદી ફરી વિશ્વનાં સર્વાધિક લોકપ્રિય નેતા જાહેર

ભારતનાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મોર્નિંગ કન્સલ્ટ ફર્મના સર્વેમાં ભાઈડેન સહિતનાં અગ્રણી વૈશ્વિક નેતાઓને પછાડી ૭૯ ટકા એપ્રુવલ રેટિંગ સાથે મોખરે રહ્યા અને એ પણ સતત બીજી વખત; પરંતુ એ અભુતપૂર્વ સિદ્ધિનાં પાયામાં શું છે એ સમજવું અત્યંત આવશ્યક છે. મિત્રો આપણે ત્યાં પ્રચલિત કહેવત છે કે “મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ રહે”.

આ સંદર્ભમાં સૃષ્ટિના શ્રેષ્ઠ મિત્રનાં ઉદાહરણ સ્વરૂપે ભાગવાન શ્રી કૃષ્ણની ગણના કપરા કાળમાં પડખે ઉભા રહેનાર ઉત્તમ મિત્ર તરીકે થાય છે. ત્યારે આ જ
સંદર્ભમાં સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે બાથ ભીડી રહ્યુ હતું ત્યારે નામો એ ન માત્ર ભારતમાં ઘરઆંગણે વિક્રમસર્જક અવધિમાં રસીઓ વિકસાવી
સમગ્ર રાષ્ટ્રમાં સુચારુ રૂપથી અને એ પણ નિશુલ્ક રસી વિતરણ કરી ભારતને મહામારીથી ઉગાર્યું પણ ખરું અને વિશ્વભરમાં જેમને પણ જરૂર પડી તેમને
સહાયતા પણ પહોંચાડી.

એટલું જ નહી પરંતુ આ જ કોરોનાના કપરા કાળમાં લોકડાઉનનાં પગલે આર્થીક મુશ્કેલી ભોગવી રહેલા નાગરિકોને નિશુલ્ક
રાશન પુરું પાડવા અને સ્વાસ્થય સંબંધી પાસાઓને ઉકેલ્યા અને નિયંત્રિત પણ કર્યા. હાલ વર્તમાન સમયમાં ચાલી રહેલ રશિયા – યુક્રેન યુદ્ધમાં બન્ને પક્ષે
શાંતિ જાળવવાની તેમની અપીલની અસરને પણ સામાન્ય રીતે વૈશ્વીક સ્તરે જોઇએ તો બે દેશો વચ્ચે કોઈપણ સંઘર્ષ વખતે મધ્યસ્થી કરતા અમેરિકાએ
પિછાણી અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને મધ્યસ્થી માટે વિનંતી કરી; જે ભૂમિકા કોઈપણ દેશને મહાસત્તાનું સ્થાન બક્ષે છે. તદઉપરાંત
વિશ્વને યોગ દિવસ મનાવવાનું નરેન્દ્ર મોદીનું યુએન દ્વારા અમલી બનાવાયેલ સુચન ન માત્ર ભારતની પ્રાચિન ચિકિત્સા વિજ્ઞાનનો પરિચય કરાવી ગયું
બલ્કે તેમની વિચક્ષણ પ્રતિભા અને વિદ્વતાનો સાક્ષાત્કાર પણ કરાવી ગયું.

આર્થિક મોરચે વિશ્વમાં બ્રિટનને પાછળ છોડીને પાંચમો ક્રમ પ્રાપ્ત કરવો, શહેરી, ગ્રામ્ય અને પૂર્વોત્તરના છેવાડાના દુર્ગમ પ્રદેશો ધરાવતા
રાજ્યોમાં શિક્ષણ, સ્વાસ્થય, સુરક્ષા અને રોજગારમાં પણ ભારતનાં વૈવિધ્ય સાથેના અનેક પડકારો વચ્ચે પણ ઉત્તરોત્તર શ્રેષ્ઠતા બક્ષવાના તેમના સફળ
પ્રયાસો માત્ર મોર્નિંગ કન્સલ્ટ બલ્કે કોઇપણ સંસ્થાને પ્રભાવિત કરી જાય તો જ નવાઈ કહેવાય. ભારત જેવા અનેકતામાં એકતા સાથેનું ભૌગોલિક અને
પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા દેશમાં ઉદભવતા પડકારોને નજરમાં રાખીને અનેક વિખ્યાત રાજકીય અને સામાજીક પંડિતો સ્થિતિ સુધારવાની આશાઓને
ઠગારી ગણાવતા ત્યારે નમોએ એ પડકારોને નાથ્યા પણ ખરા અને સેવાના અવસરમાં પલટાવી અનુકરણીય ઢબે ઉકેલ્યા પણ ખરા.

આ બધા પાછળ તેમનું ગુજરાત મોડેલ ન માત્ર ૨૦૧૪ની લોકસભા ચુંટણીઓ પૂરતું ભારતના આંગણે સીમિત રહ્યું બલ્કે તેમના અનુભવ સિદ્ધ
માર્ગદર્શન અને વિદ્વતા સભર સંચાલન દ્વારા દેશમાંમાં પધારતા વૈશ્વીક નેતાગણોની ગુજરાત મુલાકાત દ્વારા વૈશ્વિક સ્તરે અત્યંત સરાહનીય પણ
બન્યું. તાજેતરમાં ગુજરાતમાં યોજાઈ ગયેલ વિધાનસભા ચૂંટણીઓનાં અભુતપૂર્વ અને ઐતિહાસિક પરિણામોએ પણ ગુજરાતનાં આ પનોતા પુત્ર અને
તેમની રાષ્ટ્રપ્રેમી સેનાની સેવા સભર કાર્યપ્રણાલીનું સામર્થ્ય પણ પીછાણ્યું છે.

આમ કુલ મળીને કહીએ તો ગુજરાત મોડેલ શબ્દએ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા માત્ર વૈશ્વીક સ્તરે લોકપ્રિયતાનાં રેટિંગમાં યુગપુરુષ અને દૂરંદેશી નેતૃત્વના ધની એવા ભારતનાં યશશ્વી પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને પ્રથમ ક્રમાંક જ નથી બક્ષ્યો લ્કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સૂત્રને પણ ચરિતાર્થ કરતા સમગ્ર ભારતને ગ્લોબલી નંબર વન પ્લેટફોર્મ પર મૂક્યું છે. વિશ્વના અનેક એવા દેશો છે જેની ભારત ના અન્ય કોઈ પુર્વ વડાપ્રધાનોએ મુલાકાત પણ નથી લીધી તેવા રાષ્ટ્રો સાથે ઘનિષ્ઠ સંબંધો અને સહદયતા પૂર્ણ મુલાકાતો લઈ નરેન્દ્ર મોદીએ વિશ્વબંધુત્વને ખરા અર્થમાં વ્યવહારુ સ્વરૂપ આપ્યું છે.

નરેન્દ્ર મોદીની સુરક્ષા, સદભાવના, સમયસૂચકતા અને સુશાસનનો સંયુક્ત ઉલ્લેખ કરીએ તો પાકિસ્તાન અને ચીન સામે આવશ્યક મક્કમ
અને જરુર પડ્યે સર્જીકલ સ્ટ્રાઇક તથા સરહદ પર ભારતની જમીનમાં ઘૂસી આવેલા ચીની સૈનિકોને ખદેડી દેવાનાં કઠોર પગલાંઓ ભરવાની ઘટનાઓ
હોય, તુર્કીના ભારત વિરોધી વલણ છતાં વિકરાળ ધરતીકંપ વખતેના કપરા સમયમાં મદદ મોકલવાનો નિર્ણય હોય કે પછી રમત ગમત તથા સાંસ્કૃતિક ક્ષેત્રે
ઘરઆંગણે રમતવીરો અને સંસ્કૃતિના વાહકોને પ્રેરણાબળ તેમજ ઈચ્છિત અને આવશક્યક સંસાધનો સાથેનું વાતાવરણ પૂરા પાડી વૈશ્વીક સ્તરે સન્માન
પ્રાપ્તિ કરાવવાની ઐતિહાસિક પહેલ હોય; આ બધા જ પાસાઓ નરેન્દ્ર મોદીને નમો બનાવે છે અને એ જ નમોનાં નેતૃત્ત્વ સામે વિશ્વ આજે સપ્રેમ
નતમસ્તક છે.

તમામ ભારતવાસીઓ અને ભારત બહાર વસતા ભારતીય મુળના લોકો માટે નરેદ્ર મોદીનું ફરી વૈશ્વીક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ તેમજ ભારતનાં
તમામ મોરચે અગ્રેસર રહી સુખ, સલામતી અને સુરક્ષા મામલે ભવિષ્યમાં આ પણ સાથ, સહકાર, વિશ્વાસ તેમજ પ્રયાસના સૂત્રમાં એક તાંતણે બંધાઈ
રહેવાની પ્રતિજ્ઞાની આવશ્યકતા દર્શાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/