fbpx
રાષ્ટ્રીય

૯૯ ટકા લોકોને ખબર નહીં હોય ૧૦૦ રૂપિયાના સિક્કા વિશે આ માહિતી…!!

જે પ્રકારે કોઈ વિશેષ વ્યક્તિની યાદમાં સ્મારક બનાવવામાં આવે છે એ જ રીતે ભારતીય રિઝર્વ બેંક દેશના મહાપુરુષોની યાદમાં અનેક વિશેષ સિક્કા બહાર પાડે છે. સામાન્ય રીતે બજારમાં ૧, ૨, ૫ અને ૧૦ રૂપિયાના સિક્કા જાેવા મળે છે પરંતુ શું તમે ક્યારેય ૧૦૦ રૂપિયાનો સિક્કો જાેયો છે? અહીં તમને ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો ૧૦૦ રૂપિયાનો સિક્કો જાેવા મળશે અને તેની પાછળની રસપ્રદ કહાની પણ જાણવા મળશે. ભારતમાં બહાર પાડવામાં આવતા સિક્કાનો દેશની ઈકોનોમીમાં મોટો રોલ છે. સામાન્ય રીતે બજારમાં ૧, ૨, ૫ અને ૧૦ રૂપિયાના સિક્કા જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે ૧૦૦ રૂપિયના સિક્કા બહાર પાડ્યા છે જેને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપેયીની યાદમાં મોદી સરકારે બહાર પાડ્યા હતા. સિક્કાની વિશેષતા એ છે કે તેની નીચેની બાજુ દેશના પૂર્વ પ્રધાનમંત્રીનું જન્મવર્ષ ૧૯૨૪ અને દેહાંતનો સમય ૨૦૧૮ છપાયેલા છે. તેની ઉપર વાજપેયીજીની એક તસવીર પણ છે. ૩૫ ગ્રામના આ સિક્કાને બનાવવા માટે ૫૦ ટકા ચાંદી, ૪૦ ટકા તાંબુ, ૫ ટકા નિકલ, અને ૫ ટકા જસતનો ઉપયોગ કરાયો છે.

અત્રે જણાવવાનું કે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રનના જન્મના ૧૦૦ વર્ષ થયા ત્યારે પણ ભારત સરકારે ૧૦૦ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રકારે અનેક બીજા મહાપુરુષો માટે પણ આવા સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રકારના યુનિક સિક્કાને સ્મારક સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. પહેલીવાર સ્મારક સિક્કાને દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ માટે વર્ષ ૧૯૬૪માં બહાર પાડવામાં આવ્યા હતા. ભારત સરકારે અત્યાર સુધીમાં ૭૫ રૂપિયા, ૧૦૦ રૂપિયા, ૧૨૫ રૂપિયા, ૧૫૦ રૂપિયા, ૨૫૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાના સિક્કા બહાર પાડેલા છે. હવે તમે વિચારતા હશો કે આ માર્કેટમાં દેખાતા નથી તો પછી તેને કોણ લે છે. અત્રે જણાવવાનું કે આ પ્રકારના યુનિક સિક્કાને લોકો કલેક્ટ કરવાનું પસંદ કરે છે. તેમને તમે ભારત પ્રતિભૂતિ મુદ્રણ અને મુદ્રા નિર્માણ નિગમ લિમિટેડ (જીીષ્ઠેિૈંઅ ઁિૈહંૈહખ્ત ટ્ઠહઙ્ઘ સ્ૈહંૈહખ્ત ર્ઝ્રિॅર્ટ્ઠિંર્ૈહ ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ ન્ૈદ્બૈંીઙ્ઘઃ જીઁસ્ઝ્રૈંન્) ની વેબસાઈટની મદદથી ખરીદી શકો છો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/