fbpx
રાષ્ટ્રીય

મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન દરિયાની નીચેથી દોડશે, બનશે ૨૧ કિલોમીટર લાંબી ટનલ?…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. રેલવે સમયાંતરે આ પ્રોજેક્ટ વિશે અપડેટ્‌સ આપતી રહે છે, જેથી કરીને અંદાજ લગાવી શકાય કે લોકોની રાહ ક્યારે પૂરી થશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૨૩ની તેની મૂળ સમયમર્યાદાથી ૪ વર્ષના વિલંબ પછી પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનું ૨૬ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન મારફતે મુંબઈથી અમદાવાદ જતા મુસાફરો દરિયાની નીચે મુસાફરી કરવાનો રોમાંચ અનુભવી શકશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (સ્છૐજીઇ) કોરિડોરમાં ૨૧ કિલોમીટર લાંબી ટનલ થાણે ક્રીકમાં પાણીની નીચેથી પસાર થશે. સ્છૐજીઇ પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂ. ૧,૦૮,૦૦૦ કરોડ છે, જેમાં ટનલના ભાગની કિંમતનો સમાવેશ થાય છે.

જમીન સંપાદન, તકનીકી મંજૂરી અને સંબંધિત સમયમર્યાદા પૂર્ણ થયા પછી પ્રોજેક્ટના પ્રારંભ માટે અંદાજિત સમયમર્યાદા નક્કી કરી શકાય છે. સ્છૐજીઇ પ્રોજેક્ટ વિશ્વ કક્ષાની જાપાનીઝ શિંકનસેન ટેક્નોલોજી પર આધારિત છે જે તેની વિશ્વસનીયતા અને સલામતી માટે જાણીતી છે. ૧૯૬૪ માં તેના ઓપરેશન પછી જાપાની શિંકનસેન પર શૂન્ય મૃત્યુ થયા છે. બુલેટ ટ્રેન માટે કુલ ત્રણ ડેપો બનાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં એક અને ગુજરાતમાં સુરત અને સાબરમતીમાં ૨. તાજેતરમાં, રેલ્વે મંત્રાલયે સાબરમતીમાં ડેપો બનાવવાની તસવીર પણ શેર કરી હતી. મળતી માહિતી મુજબ બુલેટ ટ્રેન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને તે ભારતની સૌથી ઝડપી ટ્રેન બની જશે. તે બંને શહેરો વચ્ચેનો પ્રવાસ સમય ૬ કલાકથી ઘટાડીને ૩ કલાક કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/