fbpx
રાષ્ટ્રીય

સુધા મૂર્તિને પદ્મભૂષણ પુરસ્કાર મળતા બ્રિટિશ પીએમએ આપી આવી પ્રતિક્રિયા

ઈંફોસિસ ફાઉંડેશનના અધ્યક્ષ સુધા મૂર્તિને ભારતના ત્રીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ થી સન્માનિત કરાતા તેમના જમાઈ બ્રિટિશ પીએમ ઋષિ સુનકે ખુશી વ્યક્ત કરી છે. સુધા મૂર્તિને સામાજિક કાર્યો માટે તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેના પર ઋષિ સુનકે પોતાની પત્ની અક્ષતા મૂર્તિના ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગર્વનો દિવસ. સુધા મૂર્તિ કર્ણાટકની એક લોકપ્રિય લેખિકા, સામાજિક કાર્યોમાં અગ્રણી છે. તેમના પતિ ઈંફોસિસના સહ સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિ પણ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સમારંભમાં હાજર રહ્યા હતા. આ અવસરે મૂર્તિની દીકરી અક્ષતાને ગણમાન્ય વ્યક્તિઓની સાથે વિદેશ મંત્રી એસ જયશંકરની બાજૂમાં પ્રથમ હરોળમાં હેઠેલા જાેઈ શકાય છે. અક્ષતાની પોસ્ટમાં લખ્યું છે કે, કાલે મેં મારી માતાને પદ્મ પુરસ્કાર ૨૦૨૩ના સમારંભમાં નવી દિલ્હીમાં ભારતમાં રાષ્ટ્રપતિ તરફથી પદ્મભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કરતા જાેયા.

મને અકથનીય ગર્વ થયો. તેમણે લખ્યું કે, ગત મહિને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, મેં મારી માતાની એસટીઈએમ પાસેથી કહાની કહેવા સુધીની અસાધારણ યાત્રા પર વિચાર કર્યો. તેમના ધર્માર્થ અને સ્વયંસેવી પ્રયાસોએ મારા માટે સૌથી મોટી પ્રેરણા તરીકે કામ કર્યું છે. હંમેશા એ પુછવા પર કે શું તે વધારે કરી શકે છે, તેમણે અણગણિત વાર પોતાના સમુદાયને પરત આપ્યું છે. અક્ષતા મૂર્તિએ કહ્યું કે, તે ૨૫ વર્ષથી પરોપરકારી સંગઠનોની એક સીરીઝની સ્થાપના અને સંચાલન કરી રહી છે. તેમણે કેટલાય સાક્ષરતા પહેલની આર્થિક મદદ કરી છે. સૌથી વધારે જરુરિયાતમંદની મદદમાં તે હંમેશા આગળ રહી છે. ભારતના અંતરિયાળ વિસ્તારમાં પ્રાકૃતિક આપદા બાદ લોકોના જીવનને બચાવવામાં સફળ રહી છે. તેમણે એ લોકોની મદદ કરી છે, જે આપદા બાદ પોતાનું બધું જ ખોઈ ચુક્યા હોય છે. મારી માતા કોઈ ઓળખાણ માટે નથી જીવતી. અશ્રતાએ કહ્યું કે, મારા માતા-પિતાએ મારા ભાઈ અને મને જીવન મૂલ્યાના સંસ્કાર આપ્યા છે. આકરી મહેનત, વિનમ્રતા, નિસ્વાર્થતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/