fbpx
રાષ્ટ્રીય

વધી રહેલા વિવાદ વચ્ચે અમૂલના MD નો મોટો ખુલાસો

દેશની સૌથી મોટી દૂધ વિક્રેતા અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ સોમવારે જણાવ્યું હતું કે અમૂલ અને કર્ણાટક સહકારી ડેરી બ્રાન્ડ નંદિની વચ્ચે સ્પર્ધાનો કોઈ પ્રશ્ન જ નથી. દેશની સૌથી મોટી ડેરી ઉત્પાદક સંઘ અમૂલ ચૂંટણીના સમયે રાજ્યમાં વિસ્તરણ કરવાના તેના ર્નિણય અંગેના વિવાદને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે હવે આને લઈને રાજકીય વિવાદ છેડાઈ ગયો છે અને આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. અમૂલના એમડી મહેતા કહે છે કે જેમ અમૂલ ગુજરાતમાં ખેડૂતોની સહકારી સંસ્થા છે, તેવી જ રીતે નંદિની એ કર્ણાટક મિલ્ક ફેડરેશન (દ્ભસ્હ્લ)ની બ્રાન્ડ છે, જે કર્ણાટકમાં ખેડૂતોની સહકારી સંસ્થા છે. બે સહકારી મંડળીઓ અને બે ખેડૂત માલિકીની સંસ્થાઓ વચ્ચે કોઈપણ પ્રકારની સ્પર્ધાનો પ્રશ્ન જ નથી. અમૂલ અને નંદિની વચ્ચે હંમેશાં સારા સંબંધો છે અને આગળ પણ રહેશે. જયેન મહેતા, જેમણે આ વર્ષે જાન્યુઆરીમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જેઓ ખુલાસો કરતાં જણાવે છે કે કર્ણાટકમાં ડેરીના વિકાસ માટે હંમેશા સહાયક રહી છે.

અમૂલનું તાજું દૂધ અને દહીં માત્ર ઈ-કોમર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા જ વેચવામાં આવશે, જે ટૂંક સમયમાં શરૂ થશે. અમે બેંગ્લોરમાં અમારા પોતાના પાર્લર દ્વારા પણ આ તાજી રેન્જના ઉત્પાદનોનું વેચાણ કરીશું. અમૂલ વર્ષોથી કર્ણાટકમાં હાજર છે, ૨૦૧૫ થી હુબલી અને બેલગામમાં પાઉચ દૂધ અને તાજા ઉત્પાદનોનું વેચાણ કરે છે. કર્ણાટકના ખેડૂતો પાસેથી મેળવેલા દૂધનો ઉપયોગ કરીને એક દાયકાથી વધુ સમયથી બેંગલુરુમાં દ્ભસ્હ્લના ફ્લેગશિપ પ્લાન્ટમાં અમૂલ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. અમૂલે ભૂતકાળમાં દ્ભસ્હ્લ પાસેથી મોટા જથ્થામાં ચેડર ચીઝ પણ ખરીદ્યું છે, તેથી અમૂલ હંમેશા કર્ણાટકમાં ડેરી વિકાસ માટે સહાયક રહ્યું છે. ગયા વર્ષના અંતમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દ્ભસ્હ્લ અને અમૂલ વચ્ચે મર્જરની વાત કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જાે અમૂલ અને નંદિની સાથે મળીને કામ કરશે તો ત્રણ વર્ષમાં પ્રાથમિક ડેરી બનશે અને તેમના એકસાથે આવવાથી સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે. તે સમયે અન્ય રાજકીય પક્ષો પણ આ યોજનાની વિરુદ્ધમાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/