fbpx
રાષ્ટ્રીય

કોરોનાની ગાઈડલાઈન સામે આવી, આ રાજ્યોમાં માસ્ક ફરજિયાત

મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓને કોરોના માટે સતર્ક રહેવા અને બીમારીની સારવાર માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો

દેશભરમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. દરરોજ ૫ હજારથી વધારે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. ૩ એપ્રિલથી ૯ એપ્રિલની વચ્ચે કોરોનાના કેસમાં ૭૯ ટકાનો વધારો જાેવા મળ્યો છે. જે રાજ્યોમાં કોરોના એકદમ સામાન્ય હતો. હવે ત્યાં પણ નવા સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. તેને લઈને હવે કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીએ હાલમાં જ લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે. કેટલાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માસ્ક લગાવવું ફરજિયાત કરી દીધું છે. જ્યારે અન્યએ વાયરસના પ્રસારને રોકવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. ગત અઠવાડીયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી અને તેમને સતર્ક રહેવા અને બીમારીની સારવાર માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો છે.

તેણે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓને જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થય અધિકારીઓની સાથે સ્વાસ્થ્ય તૈયારીઓનું આકલન કરવા અને ૧૦ અને ૧૧ એપ્રિલને તમામ હોસ્પિટલમાં માળખાગત ઢાંચાની મોક ડ્રિલ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. દિલ્હીમાં ઈંડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધતી કોવિડ પોઝિટિવિટી રેટની વચ્ચે, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે સોમવારે લોકોને ફ્લૂ જેવા લક્ષણ થવા પર જાહેર જગ્યાએ બહાર ન નીકળવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં રાજ્યોમાં કોરોનાના કેસો વધી શકે છે. હરિયાણામાં રાજ્ય સરકારે પોતાના નવા કોવિડ ૧૯ દિશાનિર્દેશોમાં રાજ્યભરમાં ૧૦૦થી વધારે લોકોએ એકઠા થવા પર ફેસ માસ્ક પહેરવું અનિવાર્ય કરી દીધું છે. સ્વાસ્થ્યકર્મીઓને પણ માસ્ક પહેરવાનું કહેવાયું છે. રાજ્યભરમાં હોસ્પિટલોમાં ખાંસી અને શરીદના દર્દીઓને કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવાની સલાહ આપવામાં આવી છે. મુંબઈ- બીએમસી અંતર્ગત આવતી તમામ હોસ્પિટલમાં દર્દીઓ, તેમના વિઝિટર્સ અને કર્મચારીઓ માટે માસ્ક ફરજિયાત કરી દીધું છે. બીએમસીએ ૬૦ વર્ષથી વધારે ઉંમરના નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની અપીલ કરી છે. રાજસ્થાનમાં રાજ્યના ચિકિત્સા શિક્ષણ સચિવ ટી રવિકાંત અને સ્વાસ્થ્ય સચિવ ડો. પૃથ્વીએ કોરોનાવાયરસના લક્ષણની સાથે હોસ્પિટલમાં આવતા દર્દીઓને ફરજિયાત ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા છે.

કેરલમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જાેર્જે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને અન્ય બીમારીઓથી ગ્રસિત લોકો માટે માસ્ક ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. પુડુચેરીમાં કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં જાહેર જગ્યા, રોડ, પાર્ક અને થિયેટરોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે. જિલ્લા કલેક્ટર ઈ વલ્લવને કહ્યું કે, હોસ્પિટલ, હોટલ, બાર, રેસ્ટોરન્ટ, દારુની દુકાન, હોટલ, થિયેટર અને સરકારી કાર્યાલયોમાં કામ કરનારા કર્મચારીઓેને ફરજિયાતપણે માસ્ક પહેરવું જાેઈએ. આંધ્ર પ્રદેશમાં દેશભરમાં કોરોના વાયરસના વધતા કેસો અને કોવિડના નવા સ્વરુપ સામે આવતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ અધિકારીઓને ચિકિત્સા સંબંધી ઈમરજન્સી સ્થિતીનો સામનો કરવા માટે તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને કોવિડ તપાસ કરવા અને પ્રભાવિત લોકોને ગ્રામ સ્તર પર જ દવા આપવાના નિર્દેશ આપ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/