fbpx
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ PMAY લાભાર્થી વૃદ્ધાનો હૃદયસ્પર્શી પત્ર શેર કરી થયા ભાવુક

પીએમ મોદી અનેક વખત લોકો તરફથી તેમને મળતા હ્યદયસ્પર્શી સંદેશાઓ અને ભેટ અંગે આભાર વ્યક્ત કરતા રહે છે. તેઓ આવા ભાવુક સંદેશા સોશિયલ મીડિયા પર દેશની જનતા સાથે શેર કરતા હોય છે. ત્યારે ગત બુધવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના છેલ્લા ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીના પ્રપૌત્ર સી. આર. કેસવન સાથે મુલાકાત કરી હતી. જ્યાં ભાજપ નેતાના રસોઇયા તરીકે કામ કરતી મહિલા એન. સુબ્બુલક્ષ્મીનો એક હ્યદયસ્પર્શી પત્ર પીએમ મોદીને મળ્યો હતો. મૂળ મદુરાઈના એન સુબ્બુલક્ષ્મીજીએ પોતાના જીવનમાં અનેક પડકારોનો સામનો કર્યો હતો. જેમાં નાણાંકીય સમસ્યાઓ પણ સામેલ હતી. જે બાદ તેમણે પીએમ આવાસ યોજના માટે અરજી કરી હતી અને મેળવવામાં સફળ થયા હતા. આ પત્રને લઇને પીએમ મોદીએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટર પર એક બાદ એક ઘણા ટિ્‌વટ્‌સ કર્યા છે. જેમાં તેમણે સુબ્બુલક્ષ્મીના ઘરની તસવીરોની સાથે તેમને મળેલો તે પત્ર પણ શેર કર્યો છે. પીએમ મોદીએ લખ્યું હતું કે, “આજે હું જ્રષ્ઠિાીજટ્ઠદૃટ્ઠહ ને મળ્યો, જેમણે એન. સુબ્બુલક્ષ્મીજીનો ખૂબ જ હૃદયસ્પર્શી પત્ર શેર કર્યો. જેઓ તેમના ઘરમાં રસોઈયા તરીકે કામ કરે છે.

તમિલનાડુના મદુરાઈમાં રહેતાં સુબ્બુલક્ષ્મીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનું એક ઘર બનાવ્યું છે. આ ઘર મળવાથી તેમના જીવનમાં પ્રતિષ્ઠા અને સન્માન મળ્યું છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, સુબ્બુલક્ષ્મીએ તેમનો આભાર અને આશીર્વાદ આપ્યા, જે મહાન શક્તિનો સ્રોત છે. અન્ય એક ટિ્‌વટમાં પીએમ મોદીએ કહ્યું કે, “તેમણે મને આશીર્વાદ આપ્યા, આ આશીર્વાદ મહાન શક્તિનો એક સ્ત્રોત છે. એન. સુબ્બુલક્ષ્મીજી જેવા અનેક લોકો છે, જેમનું જીવન પીએમ આવાસ યોજનાને કારણે બદલાઈ ગયું છે. ઘર તેમના જીવનમાં ગુણાત્મક તફાવત લાવ્યું છે. આ યોજના મહિલા સશક્તિકરણની દિશામાં પણ સૌથી આગળ રહી છે.” આપને જણાવી દઇએ કે, કોંગ્રેસના પૂર્વ નેતા કેસવન અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. તેઓએ ગત શનિવારે જ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પીએમ આવાસ યોજના શું છે?.. તે જાણો.. વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી – ઁસ્છરૂ – ેં) શરૂ કરવામાં આવી હતી.

જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સહિત આર્થિક રીતે નબળા વર્ગ (ઈઉજી)/ઓછી આવક જૂથ (ન્ૈંય્) અને મધ્યમ આવક જૂથ (સ્ૈંય્) કેટેગરીમાં વસતા લોકો માટે શહેરી મકાનોની અછતને દૂર કરે છે, જેનો ઉદ્દેશ્ય વર્ષ ૨૦૨૨ સુધીમાં આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા તમામ પાત્રતા ધરાવતાં શહેરી કુટુંબોને પાકું મકાન મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. ઁસ્છરૂ-ેંની માર્ગદર્શિકા અનુસાર, ઈઉજી માટે મકાનની સાઇઝ ૩૦ ચોરસ મીટરની ક્ષમતા ધરાવતું કાર્પેટ એરિયા હોઈ શકે છે. જાેકે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો મંત્રાલયની મંજૂરી અને સલાહ સાથે મકાનોનું કદ વધારી શકે છે. અગાઉની યોજનાઓથી ઉલટું ઈઉજી અને ન્ૈંય્માંથી મહિલાઓના સશક્તિકરણ તરફ સરકારના પ્રયત્નોના ભાગરૂપે અને મહિલાઓને સુરક્ષા મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખી ઁસ્છરૂ-ેંએ આ મિશન હેઠળ ઘરની માલિક અથવા સહ-માલિક બનવા માટે પરિવારની મહિલાનું નામ પણ સામેલ હોવું ફરજીયાત બનાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/