fbpx
રાષ્ટ્રીય

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦ હજાર ૭૫૩ નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ ૫૩ હજારને પાર

કોરોનાના કેસો ફરી એક વખત પકડમાં આવી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સહિત રાજ્ય સરકારોની ચિંતા વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦ હજાર ૭૫૩ નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને ૫૩ હજાર ૭૨૦ થઈ ગઈ છે. ગઈકાલ (૧૪ એપ્રિલ)ના આંકડાની સરખામણી કરીએ તો શુક્રવારે કોરોના કેસની સંખ્યા ૧૧ હજાર ૧૦૯ હતી, જે આજે ઓછી છે. જાેકે, આજે મૃત્યુઆંક ગઈકાલ કરતાં વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૭ લોકોના મોત થયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ૪ છે. શુક્રવારે, ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં કોરોના વાયરસના ૧૩૦ નવા કેસ મળી આવ્યા હતા, જે આ વર્ષે અત્યાર સુધીમાં સંક્રમિતોની સૌથી વધુ દૈનિક સંખ્યા છે. જિલ્લા તકેદારી અધિકારી ડૉ. અમિત કુમારે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે શુક્રવારે શંકાસ્પદ દર્દીઓના ૧,૮૭૨ નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું, જેમાંથી ૧૩૦ ચેપગ્રસ્ત જણાયા હતા.

ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નવા ૩૯૨ પોઝિટીવ કેસ નોંધાયા છે. પરંતુ દુર્ભાગ્યવશ કોરોના સામેની લડાઈમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગીરસોમનાથમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ ૧૯થી સાજા થવાનો દર ૯૮.૯૭ ટકા નોંધાયો છે. બીજી બાજુ રાજ્યમાં ૨૫૮ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. જ્યારે અત્યાર સુધી ૧૨ લાખથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૧૪૨ કેસ નોંધાયા છે, ત્યારબાદ મહેસાણામાં ૩૫, વડોદરા ૩૦, વડોદરા કોર્પોરેશન ૨૮, સુરત કોર્પોરેશન ૨૭, રાજકોટ કોર્પોરેશન ૧૫, વલસાડ ૧૩, સુરત ૧૦, ગાંધીનગર ૯, મોરબી ૯, સાબરકાંઠા ૮, ગાંધીનગર કોર્પરેશન ૭, પાટણ ૭, રાજકોટ ૭, અમરેલી ૬, કચ્છ ૫, સુરેન્દ્રનગર ૫, નવસારી ૪, અમદાવાદ ૩, આણંદ ૩, ભાવનગર કોર્પોરેશન ૩, ખેડા ૩, પંચમહાલ ૩, બનાસકાંઠા ૨, ભરૂચ ૨, ભાવનગર ૨, ગીર સોમનાથ ૨, મહીસાગર ૧ અને પોરબંદર ૧ એમ કુલ ૩૯૨ કેસ નોંધાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/