fbpx
રાષ્ટ્રીય

ચીન LAC પાસે PLA ના સૈનિકોને આપે છે વિશેષ તાલીમ, ઓફીસરો ટ્રેનિંગ પર રાખી રહ્યા છે નજર

ચીને અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલીને તેની ભાવિ રણનીતિનો સંકેત આપ્યો છે. અગાઉ, ચીન તરફથી કોઈપણ નિવેદનમાં, અરુણાચલ પ્રદેશ તેને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવતો હતો. નિષ્ણાતો કહે છે કે, કાં તો આ તૈયારી તેના ભૌગોલિક નકશાને બદલવાની છે, અથવા જમીન પર કોઈ મોટા ષડયંત્રની તૈયારી હોઈ શકે છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, અરુણાચલ પ્રદેશમાં ન્છઝ્ર પાસે, ચીન તેની બોર્ડર ડિફેન્સ બ્રિગેડના સૈનિકોને ખાસ ફેસઓફ ડ્રિલ ટ્રેનિંગ આપી રહ્યું છે. કિબિથુની બીજી બાજુ, ૧૫-૧૫ દિવસની નિઃશસ્ત્ર લડાઇ તાલીમ ચાલી રહી છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, પ્રથમ બેચની ટ્રેનિંગ ૭ દિવસ પહેલા શરૂ થઈ ગઈ છે, અને કુલ ૧૮૦૦ જવાનોને ટ્રેનિંગ આપવામાં આવનાર છે. ખાસ વાત એ છે કે, બોર્ડર ડિફેન્સ બ્રિગેડના વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર ટ્રેનિંગ પર નજર રાખી રહ્યા છે. જાેકે, દર વર્ષે તાલીમમાં ફાયરિંગ અને અન્ય કવાયત થતી હતી, પરંતુ આ વર્ષથી નિઃશસ્ત્ર લડાઇની તાલીમ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ પ્રશિક્ષણ ક્ષેત્ર ભારતીય ક્ષેત્ર કિબિથુની બીજી બાજુ છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં તે વિસ્તારની મુલાકાત લીધી હતી અને ચીનને પોતાની શૈલીમાં સંદેશો પણ આપ્યો હતો. ચીન તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે ચીન અત્યારે કોઈ પણ પ્રકારના મોટા વિવાદમાં પડવા માંગતું નથી, કારણ કે, જાે કોઈ પણ પ્રકારની ફેસઓફ જેવી સ્થિતિ ઉભી થશે તો તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામમાં અવરોધ આવી શકે છે. આવી સ્થિતિમાં, ચીન પેટ્રોલિંગમાં ખૂબ જ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યું છે કે, ભારતીય સેના સાથે સામ-સામે અથડામણ થઈ શકે છે. તાજેતરમાં, ચીને તેના બોર્ડર ડિફેન્સ ફોર્સ માટે ૨૬,૦૦૦ ઠંડા શસ્ત્રો ખરીદવાનો આદેશ આપ્યો છે, પરંતુ તેના ઉપયોગને મર્યાદિત કરવા માટે, સૈનિકોને નિઃશસ્ત્ર લડાઇ કવાયત માટે વધુ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/