fbpx
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને સવાલ, બિલકિસ બાનો કેસના આરોપીઓને વહેલા કેમ છોડયા?

બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં દોષિતોની સજાના સમય પહેલા આરોપીઓની મુક્તિ અંગે સુપ્રીમ કોર્ટ ૨ મેના રોજ અંતિમ સુનાવણી હાથ ધરશે. મંગળવારે કોર્ટમાં ગુજરાત સરકારે આરોપીઓને છોડી મૂકવા સંબંધિત ફાઇલ બતાવવાના આદેશનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું હતુ કે, સુપ્રીમ કોર્ટના આદેશના આધારે જ તેઓની મુક્તિનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ બાબતને લઈને પીડિત બિલ્કીસ બાનો, સામાજિક કાર્યકર્તા સુભાષિની અલી અને ્‌સ્ઝ્ર નેતા મહુઆ મોઈત્રાએ ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી હતી જેને લઈને સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું- તમે શું મેસેજ આપી રહ્યા છો?… સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને કહ્યું હતું કે આજે તે બિલ્કીસ છે, કાલે તે કોઈ અન્ય હોઈ શકે છે. રાજ્યએ સમાજની સુધારણા માટે પગલાં લેવા જાેઈએ. કોર્ટે કહ્યું હતુ કે જ્યારે તમે સત્તાનો ઉપયોગ કરો છો ત્યારે તે લોકોના ભલા માટે હોવો જાેઈએ. પછી ભલે તમે ગમે તે હોદૃ, ભલે ગમે તેટલા ઊંચા હોવ, કોઈ પણ ર્નિણય લો તે રાજ્યની જનતાના ભલા માટે હોવું જાેઈએ. આ તો સમુદાય અને સમાજ વિરુદ્ધ ગુનો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને એ નક્કી કરવા માટે ૧ મે સુધીનો સમય આપ્યો છે કે તેઓ આરોપીઓને છોડી મૂકવા સંબંધિત દસ્તાવેજાે માગતા આદેશ પર સમીક્ષા અરજી દાખલ કરશે કે કેમ. આ મામલે આગામી સુનાવણી તારીખ ૨ મેના રોજ થશે. કોર્ટે કહ્યું હતુ કે જે રીતે ગુનો આચરવામાં આવ્યો છે તે ભયાનક છે. એટલું જ નહીં આરોપીઓમાંથી દરેકને ૧૦૦૦ દિવસથી વધુની પેરોલ મળી હતી જ્યારે એક વ્યક્તિ ૧૫૦૦ દિવસ માટે પેરોલ પર રહ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/