fbpx
રાષ્ટ્રીય

ફોન ચાર્જિંગમાં હતો અને કોલ આવ્યો ને ૧૬ વર્ષના છોકરાનું કરંટ લાગવાથી થઈ ગયું મોત

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં મોબાઈલનો ઉપયોગ આપણા જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. સવારના સમાચાર વાંચવા, રિચાર્જ કરવા, રિમોટ તરીકે ઉપયોગ, અચાનક લાઈટ બંધ થઈ જાય ત્યારે ટોર્ચ, બાળકો ય્ર્ર્ખ્તઙ્મી પર તેમના પ્રશ્નોના જવાબો શોધતા હોય અથવા ર્રૂે્‌ેહ્વી દૃર્ઙ્મખ્તજ જાેતા હોય. આવા ઘણા કામો છે જે મોબાઈલ મહાશય એકલા કરી રહ્યા છે. ઉપયોગિતા વધી છે તો સ્વાભાવિક છે કે ખોરાક પણ વધશે. ચાર્જિંગ એ મોબાઈલનો ખોરાક છે. પરંતુ ઘણીવાર એવું જાેવા મળે છે કે ૨૦-૨૫ મિનિટ ચાર્જિંગ દરમિયાન પણ મોબાઈલનો ઉપયોગ જરૂરી બની જાય છે. કોઈનો ફોન આવે કે કોઈ અગત્યનું કામ આવે તો લોકો મોબાઈલ ચાર્જ કરવા માટે અલગથી સમય આપી શકતા નથી કે આપવા માંગતા નથી. જાે તમે પણ આવું કરો છો તો સાવધાન. આ જીવલેણ બની શકે છે. યુપીના બદાઉની ઘટના ચોંકાવનારી છે. ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ બદાઉનમાં ૧૬ વર્ષના છોકરા સાથે જે બન્યું તેનાથી બધા ચોંકી ગયા.

એક મોટી બ્રાન્ડનો મોબાઈલ ચાર્જિંગમાં હતો અને છોકરો કદાચ કોઈની સાથે વાત કરી રહ્યો હતો. સોમવારે રાત્રે અચાનક વીજ શોક લાગવાથી તેમનું મૃત્યુ થયું હતું. બદાઉન જિલ્લાના બિસૌલીના રહેવાસી સત્યમ શર્માએ સ્માર્ટવોચ પહેરી હતી અને તેમનો ફોન ચાર્જ થઈ રહ્યો હતો ત્યારે ફોનની રિંગ વાગી અને વાત કરતી વખતે વિસ્ફોટ થયો. સત્યમના પરિવારજનોએ દાવો કર્યો હતો કે ફોન આવતાંની સાથે જ બાળકને ઇલેક્ટ્રિક શોક લાગ્યો અને તે જમીન પર પડી ગયો. માતા-પિતા હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બિસૌલીના એસએચઓ સંજીવ શુક્લાએ જણાવ્યું કે, ‘પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ ઇલેક્ટ્રિક શોકને કારણે થયું છે. જાે પરિવાર ફરિયાદ કરશે તો અમે જરૂરી કાર્યવાહી કરીશું. સત્યમે આ વર્ષે ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી અને તેના પરિવારે તેને ફોન ખરીદવા માટે પૈસા આપ્યા હતા. સત્યમને મોટી બ્રાન્ડના મોંઘા ફોનનો શોખ હતો, તેથી તેણે ૨૦,૦૦૦માં જૂનો ફોન અને સ્માર્ટવોચ ખરીદી. સોમવારે તેના ફોનની બેટરી પૂરી થઈ ગઈ હતી અને તેણે તેને ચાર્જ કરવા માટે મૂક્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/