fbpx
રાષ્ટ્રીય

કોરોનાના કેસ ૨૪ કલાકમાં ૧૨૦૦૦થી વધુ નવા કેસ, ૪૨ દર્દીના થયા મોત

દેશમાં કોરોનાના કેસ ફરી એક વખત ભયંકર રીતે વધી રહ્યા છે. શનિવારે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા નવા આંકડા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૧૯૩ નવા કેસ નોંધાયા છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા ૬૭,૫૫૬ થઈ ગઈ છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ દર્દીઓના મોત પણ થયા છે. તેમાંથી ૧૦ મોત કેરળમાંથી નોંધાયા છે. આ સાથે જ મોતનો કુલ આંકડો ૫,૩૧,૩૦૦ થઈ ગયો છે. દેશમાં રિકવરી ડેટ ૯૮.૬૬ ટકા નોંધાયો છે. આપેલા શુક્રવારે કોરોનાના ૧૧,૬૯૨ નવા કેસ નોંધાયા હતા એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં જ ૫૦૧ નવા કેસ વધી ગયા છે. આંકડાકીય માહિતી અનુસાર હાલ દેશમાં સૌથી વધુ કેસ કેરળમાંથી નોંધાઈ રહ્યા છે આ ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં પણ કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં કોરોના બેકાબૂ થતો જાય છે અને રાજ્ય કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. શુક્રવારે અહીં ૯૩૩ નવા કેસ નોંધાયા હતા અને પાંચ લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાના વધતા કેસમાં ઓમિક્રોન નો નવો વેરિયન્ટ જવાબદાર છે. અત્યાર સુધીમાં આ વેરિયન્ટના ૬૮૧ કેસ નોંધાવયા છે જ્યારે પાંચ લોકોનું મૃત્યુ થયું હતું. મહત્વનું છે કે કોરોનાનું જાેખમ વધી રહ્યું છે તેવામાં આઠ રાજ્યોની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ અંગેની સૂચના કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શુક્રવારે આપી હતી. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, હરિયાણા અને દિલ્હીના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/