fbpx
રાષ્ટ્રીય

અતીક અહેમદ અને અશરફની હત્યાનો બદલો લેવાની અલકાયદાએ આપી ધમકી

અતીક અહેમદ અને તેના નાના ભાઈ અશરફની હત્યા બાદથી અલકાયદા ગુસ્સે ભરાયેલું છે. શનિવાર રાત્રે મીડિયા કર્મી બનીને આવેલા ત્રણ હુમલાખોરોએ અતીક અહેમદ અને તેના નાના ભાઈ અશરફની હત્યા કરી નાખી હતી. આ ઘટના બંને ભાઈને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે બની હતી. અતીક અહેમદ અને તેના નાના ભાઈ અશરફની હત્યાનો બદલો લેવાની આતંકી સંગઠન અલકાયદાએ ધમકી આપીને બંને ભાઈને શહીદ કહ્યાં. અલકાયદાની પ્રોપેગન્ડા મીડિયા વિંગ અસ-સાહબે ૭ પાનાનું મેગેઝિન બહાર પાડ્યું છે. જેમાં આતંકવાદી સંગઠને મુસ્લિમોને ‘આઝાદ’ કરવાનું આપ્યું છે. અત્રે જણાવવાનું કે ગત શનિવારે મેડિકલ ચેક અપ માટે લઈ જતા સમયે બંને ભાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી .આ બંને ભાઈઓ પ્રયાગરાજની જેલમાં બંધ હતા.તેના હાથમાં હાથકડી હતી અને તેમને મીડિયાના કેમેરા સામે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

શુક્રવારે પટનામાં મુસ્લિમોના એક જૂથે અતીક અને અશરફ તથા અસદ અહેમદના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને તેમની હત્યાઓને યોગી સરકારનું કાવતરું ગણાવ્યું. આ ઘટના પછી પોલીસ દેખાવકારોને પકડવા માટે કાર્યવાહીમાં આવી, ખાસ કરીને રઈસ ગઝનવી,જે સૂત્રોચ્ચાર કરનારાઓમાં સામેલ હતા. પટનામાં અતીક અહેમદ અમર રહેના નારા લગાવ્યા . તેઓએ અમર રહે અને અસદ અહેમદ અમર રહેના નારા લગાવ્યા. તેઓએ કેન્દ્ર અને યુપી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિરોધમાં ગઝનવીએ કહ્યું કે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અતીક અહેમદ અને તેના ભાઈ અને પુત્રની હત્યા કરવા માટે જવાબદાર છે. આ હત્યા તે આયોજન બદ્ધ રીતે કરવામાં આવી છે. રાજ્ય સરકાર, યુપી પોલીસ, મીડિયા અને કોર્ટ આ ષડયંત્રમાં સામેલ છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું અતીક અહેમદ ગુનેગાર છે? તેમણે કહ્યું દેશમાં કાયદા અને અદાલતો છે. જાે કોર્ટ તેને ફાંસીની સજા આપે છે. તો અમને તેમાં કોઈ વાંધો નથી. પરંતુ ગુનેગારોને મારવા માટે જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો તે વાંધાજનક છે. કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસને રિમાન્ડ આપ્યા હતા અને તેમને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી તેમની હતી. ત્રણ લોકો આવ્યા અને તેઓએ બંનેને આયોજનબદ્ધ રીતે મારી નાખ્યાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/