fbpx
રાષ્ટ્રીય

આ તસ્કરોએ તાળા કોફી શોપના તોડ્યા, ચોરી APPLE STOR માં કરી, ૪ કરોડથી વધુની લૂંટ

અમેરિકામાં વેબ સિરીઝ મની હેઇસ્ટની તર્જ પર એપલ સ્ટોરમાં ચોરીની મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચોરો એપલ સ્ટોરની બાજુમાં આવેલી કોફી શોપમાં ઘૂસ્યા અને પછી ત્યાં સ્ટોરના બાથરૂમ સુધી ટનલ બનાવી. ચોર ૪૩૬ આઈફોન લઈને ફરાર થઈ ગયા. તેમની કિંમત ૪.૧૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ઘટના અમેરિકાના સિએટલની છે. ચોરીની આ રીતથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસનું માનવું છે કે ચોરોએ ખૂબ પ્લાનિંગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો છે. તેની પાસે એપલ સ્ટોર તેમજ મોલના બિલ્ડિંગની દરેક વિગતો હતી. મનીકંટ્રોલના અહેવાલ મુજબ, આ બાબતની જાણકારી કોફી શોપના સીઈઓ માઈક એટકિન્સનએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. હવે પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. માઈક કહે છે કે આ ચોરી બાદ હવે કોફી શોપના તાળા બદલવા પડ્યા છે. આ માટે લગભગ ૭૪ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

તે કહે છે કે તેણે વિચાર્યું ન હતું કે ચોર તેની દુકાનનો આ રીતે ઉપયોગ કરશે. આ રીતે ચોરીને અંજામ આપ્યો તે રીત તો જાણો… કોઈ એ વિચાર્યુ જ નહિ હોય આવું!… ચોરોએ પહેલા એપલ સ્ટોરની બાજુમાં આવેલી કોફી શોપના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. કોફી શોપની દિવાલ સાથે બાથરૂમ છે. સિએટલની સ્થાનિક ન્યૂઝ ચેનલ કિંગ ૫ ન્યૂઝ અનુસાર, ચોરોએ સૌથી પહેલા સિએટલની એક કોફી શોપમાં પ્રવેશ કર્યો. ત્યારપછી એપલ સ્ટોરના પાછળના રૂમમાં પહોંચવા માટે તેઓ બાથરૂમની દિવાલમાં કાણું પાડીને સ્ટોરમાં પ્રવેશ્યા હતા. માઈકે ન્યૂઝ ચેનલને કહ્યું કે સવારે જ્યારે એપલ સ્ટોરમાં ચોરીનો કોલ આવ્યો ત્યારે તેને વિશ્વાસ જ ન આવ્યો. જ્યારે પોલીસે તેને કહ્યું કે તેની દુકાનનો ઉપયોગ એપલ સ્ટોરમાં પ્રવેશ મેળવવા માટે કરવામાં આવ્યો છે, ત્યારે તે ખાતરીકરવા માટે ગયા. માઈક એટકિન્સને ટિ્‌વટર પર ટનલની તસવીર પણ પોસ્ટ કરી છે. જેમાં તેણે આ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોફી શોપ કહે છે કે અમે તાળા બદલી નાખ્યા છે. આ માટે ૯૦૦ ડોલર ખર્ચવા પડ્યા હતા. તેમજ બાથરૂમ રિપેર કરવા માટે ૬૦૦-૮૦૦ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/