fbpx
રાષ્ટ્રીય

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું ૯૫ વર્ષની ઉંમરે નિધન થયું

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવાર (૨૫ એપ્રિલ) ના ૯૫ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. શિરોમણિ અકાલી દળ (જીછડ્ઢ)ના વરિષ્ઠ નેતાને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રકાશ સિંહ બાદલે સરપંચ બનીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેઓ સીએમથી લઈને મંત્રી પદ સુધી પહોંચ્યા. ૧૯૭૦માં જ્યારે પ્રકાશ સિંહ બાદલ પહેલીવાર સીએમ બન્યા ત્યારે તેઓ દેશના સૌથી યુવા સીએમ હતા. તે સમયે તેમની ઉંમર માત્ર ૪૩ વર્ષની હતી. એક રસપ્રદ વાત એ છે કે વર્ષ ૨૦૧૨માં જ્યારે તેઓ ૫મી વખત સીએમ બન્યા ત્યારે તેઓ દેશના સૌથી વૃદ્ધ સીએમ બન્યા હતા, વર્ષ ૨૦૨૨માં પણ તેમણે ચૂંટણી લડી હતી, તેથી તે સમયે તેઓ સૌથી મોટી ઉંમરના ઉમેદવાર હતા. શિરોમણી અકાલી દળના સંરક્ષક બાદલને પંજાબની સત્તામાં બેતાજ બાદશાહ કહેવામાં આવતા હતા. પ્રકાશ સિંહ બાદલે વર્ષ ૧૯૫૨માં સરપંચની ચૂંટણી જીતી હતી અને આ સાથે તેમણે રાજનીતિમાં પગ મુક્યો હતો. ત્યારબાદ ક્યારેય પાછુ વાળીને જાેયું નથી. વર્ષ ૧૯૫૭માં તે પંજાબ વિધાનસભા માટે ચૂંટાયા હતા. વર્ષ ૧૯૬૦માં ફરી જીત મેળવી હતી. ત્યારબાદ ૧૯૬૯માં ફરી તેઓ પંજાબ વિધાનસભા પહોંચ્યા હતા.

તેઓ ગુરનામ સિંહની સરકારમાં સામુદાયિક વિકાસ, પંચાયતી રાજ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી બન્યા હતા. તેમણે ૧૯૯૬ થી ૨૦૦૮ સુધી અકાલી દળના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમને પંજાબની રાજનીતિ હંમેશા પસંદ હતી. ત્યારે દેશમાં મોરારજી દેસાઈની સરકાર હતી અને આ સરકારમાં તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. જાે કે, તેમણે આ ચાર્જ માત્ર અઢી મહિના જ સંભાળ્યો હતો. પ્રકાશ સિંહ બાદલને પંજાબની રાજનીતિના ભીષ્મ પિતામહ કહેવામાં આવતા હતા. તેઓ પાંચ વખત રાજ્યના મુખ્યમંત્રી રહ્યાં અને ૧૦ વખત ચૂંટણી જીતી રાજ્યની વિધાનસભામાં પહોંચ્યા હતા. વર્ષ ૧૯૯૨માં તેઓ ધારાસભ્ય બનતા ચૂકી ગયા કારણ કે તેમણે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેમણે પંજાબના ૧૫મા સીએમ તરીકે ૧૯૭૦માં પ્રથમ વખત શપથ લીધા હતા. આ પછી, વર્ષ ૧૯૭૭ માં, તેઓ ફરીથી રાજ્યના ૧૯મા મુખ્યમંત્રી બન્યા. આ પછી તેઓ ૨૦ વર્ષ પછી ફરી સત્તામાં આવ્યા, પરંતુ આ વખતે તેમની સરકાર ભાજપ સાથે ગઠબંધનથી બની. હકીકતમાં વર્ષ ૧૯૯૬માં ભાજપ અને અકાલી દળની નિકટતા વધી હતી. આનું પરિણામ એ આવ્યું કે વર્ષ ૧૯૯૭માં બંનેના ગઠબંધનમાં પંજાબમાં સરકાર બનાવી હતી.. વર્ષ ૧૯૯૭માં તેઓ રાજ્યના ૨૮મા મુખ્યમંત્રી બન્યા. વર્ષ ૨૦૦૭માં ચોથી વખત અને વર્ષ ૨૦૧૨માં ૫મી વખત સીએમ બન્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/