fbpx
રાષ્ટ્રીય

કેજરીવાલે બંગલો ચમકાવવા માટે ૪૫ કરોડનો ખર્ચ કર્યો, ૮-૮ લાખના લગાવ્યા પડદા ઃ આ પાર્ટીના આ નેતાનો છે આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી બંગલાના રિનોવેશન પર ૪૪ કરોડ ૭૮ લાખ રૂપિયા ખર્ચ થયો છે. આ ખુલાસો ટાઈમ્સ નાઉ નવભારતના ઓપરેશન શીશ મહેલ દ્વારા તેના ખુલાસો થયો છે. આ ઓપરેશનમાં એ જાણવા મળ્યું છે કે, સીએમ આવાસમાં ૮-૮ લાખ રૂપિયાના એક પડદા લગાવ્યા છે. સીએમ આવાસમાં લાગેલા કુલ પડદા પરુ કુલ એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કુલ ૨૩ પડદાનો ઓર્ડર આપ્યો હતો. દિલ્હી ભાજપ તેને લઈને સવાલો ઊભા કરી રહ્યું છે. સીએમ કેજરીવાલના સરકારી નિવાસ પર જે માર્બલ લગાવ્યો છે, તે વિયેતનામથી મગાવ્યો હતો. આ ડિયોર પર્લ માર્બલની કિંમત એક કરોડ ૧૫ લાખ રૂપિયા ચે. આ માર્બલની ફિટિંગ પણ અલગ રીતે થાય છે. ચેનલ પર આ ઓપરેશન બતાવ્યા બાદ જ્યારે સમાજસેવી અન્ના હજારેને તેના પર સવાલ કરવામાં આવ્યો તો, તેમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી છે. ભાજપ પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ ટિ્‌વટ કરતા કહ્યું કે, દિલ્હીના લોકો ઓક્સિજનની કમીથી મરી રહ્યા હતા અને દિલ્હીની જનતાના ૪૫ કરોડ રૂપિયાથી કેજરીવાલે પોતાનો મહેલ રિનોવેટ કરાવી રહ્યા હતા.

જે મહેલમાં ૨૩ પડદા ૮-૮ લાખના લગાવ્યા છે. દિલ્હી ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે, કોરોનાના સમયે કેજરીવાલ પોતાના ઘરનું રિનોવેશન કરાવી રહ્યા હતા. તે ૪૫ કરોડ રૂપિયામાં પોતાનો બંગલો ચમકાવી રહ્યા હતા. દિલ્હીની જનતા સાથે તેમને કંઈ લેવા દેવા નથી. દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, પોતાને આમ આદમી કહેતા અરવિંદ કેજરીવાલે પોતાના ઘર પર રિનોવેશનના નામ પર જનતાના ૪૪.૭૮ કરોડ રૂપિયા બરબાદ કરી નાખ્યા. અરવિંદ કેજરીવાલ અને આમ આધમી પાર્ટીને શરમ આવવી જાેઈએ. ત્યારે આમ આદમીને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા રહેવાનો કોઈ હક નથી. આપના સાંસદ અને પાર્ટીના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, જે ઘરમાં કેજરીવાલ રહે છે, તે ૧૯૪૨માં બન્યું છે. ઘરની અંદરથી લઈને બેડરુમ સુધી પાણી ટપકે છે. લોકો નિર્માણ વિભાગે ઓડિટ કર્યું છે. આ બંગલો પ્રાઈવેટ તો નથી. એક સરકારી બંગલો છે. બીજા સીએમ અને પીએમ સાથે પણ તુલના થવી જાેઈએ. સીએમ શિવરાજ સિંહના આવાસ પર ચૂનો લગાવવા પર ૨૦ કરોડનો ખર્ચ થયો છે. પીએમ મોદીના આવાસ બનવા જઈ રહ્યું છે, જેનું અનુમાનિત ખર્ચ ૫૦૦ કરોડ છે. આ રકમ ડબલ અથવા તેનાથી પણ વધારે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/