fbpx
રાષ્ટ્રીય

કર્ણાટકના બેંગ્લુરુમાં બાઈક ટેક્સી પર ડ્રાઈવરે છેડતી કરતા મહિલાએ છલાંગ લગાવી પોતાની જાતને બચાવી

કર્ણાટકના પાટનગર બેંગ્લુરુથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બાઈક ટેક્સના એક ડ્રાઈવરે મહિલા સાથે છેડતી કરી. મહિલાઓ પોતાના બચાવમાં ચાલુ બાઈકે કૂદકો માર્યો. ડ્રાઈવરે કથિત રીતે મહિલાને નિર્ધારિત સ્થળ કરતા બીજા સ્થળે લઈ જવાની કોશિશ કરી. પોલીસે કહ્યું કે ઘટના ૨૧ એપ્રિલે ઘટી જ્યારે મહિલાએ રાતે લગભગ ૧૧ વાગે રેપિડો એપથી એક સવારી બુક કરી. ડ્રાઈવરે ઓટીપી ચેક કરવાની વાત કહીને મહિલાનો ફોન પડાવી લીધો. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેણે ચાલુ ગાડીએ તેની સાથે જબરદસ્તી કરવાની કોશિ કરી. મહિલાએ યેલહંકામાં અબરાર બીએમએસ કોલેજ પાસે પૂરપાટ ઝડપે ભાગતી બાઈકથી છલાંગ લગાવી. કોલેજનો ગાર્ડ મહિલાની મદદ કરવા માટે દોડ્યો તો બાઈક સવાર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. આરોપીની ઓલખ આંધ્ર પ્રદેશમાં રહેતા ૨૭ વર્ષના દીપક રાવ તરીકે થઈ છે. તેની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવાયો છે. બન્યું એવું કે ડ્રાઈવર ઈન્દિરાનગરની જગ્યાએ ડોડ્ડાબલ્લાપુર રોડ તરફ આગળ વધ્યો. મહિલાએ પૂછતા તે બાઈકની સ્પીડ વધારીને આગળ વધવા લાગ્યો. આ દરમિયાન પીડિત મહિલા તેને વારંવાર પૂછતી રહી કે તે ખોટી દિશામાં કેમ જઈ રહ્યો છે, આમ છતાં રેપિડોનો ડ્રાઈવર ચૂપ રહ્યો. જ્યારે મહિલા ડરી ગઈ અને તેને બીજુ કઈ ન સૂજ્યું તો તેણે ચાલુ બાઈકે છલાંગ લગાવી. મહિલાના હાથ અને પગમાં ઈજા થઈ છે. તેણે હેલમેટ પહેરેલી હતી એટલે બચી ગઈ અને માથા તથા મોઢાં પર કોઈ મોટી ઈજા થઈ નથી. આ મામલે જાણકારી મળતા જ પોલીસે ઘટનાસ્થળનું સીસીટીવી ફૂટેજ શોધ્યું અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના ઘટી ત્યારે આરોપી દારૂના નશામાં હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/